દાંતીવાડામાં કોંગ્રેસના સભ્યોને ગેરહાજર રાખવા ભાજપે ષડયંત્ર રચ્યું: નથાભાઈ પટેલ

PC: facebook.com

સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સામે મહાભિયોગ લાવીને કોર્ટ પણ ખરીદાઈ ગઈ હોય એવું ચિત્ર દેશમાં ઊભું થયું છે ત્યારે ગુજરાતમાં તો ન્યાય અપાવવાનું કામ કરતી ન્યાય સમિતિ ભાજપ દ્વારા પૂરેપૂરી ખરીદી લેવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. ગુજરાતમાં રોજ કોઈકને કોઈક ખૂણા પર રાજકીય નેતાઓ વેચાઈ રહ્યાં છે, પક્ષાંતર કરી રહ્યાં છે, ખરીદી થઈ રહી છે અથવા સત્તાની લાલચમાં પક્ષાંતર કરી રહ્યાં છે. આટલા વ્યાપક પ્રમાણમાં અનૈતિકતા ગુજરાતના રાજકારણમાં અગાઉ ક્યારેય જોવા મળતી ન હતી.

છેલ્લાં 22 વર્ષથી ભાજપ સરકારની સત્તા પર છે અને તેમના નેતાઓ સાયકલ કે સ્કુટર પરથી ઉતરીને મોંઘી ગાડીમાં ફરતા થયા છે અને ભ્રષ્ટ નીતિથી પૈસો આવતો થયો છે ત્યારથી કોંગ્રેસ કે ભાજપ સિવાયના લોકોની ખરીદી ભાજપ દ્વારા વધી છે. પૈસા સામે હવે પ્રમાણિકતા પાણી ભરી રહી છે. દાંતીવાડા તાલુકા પંચાયતમાં પણ આવું જ થયું છે. કોંગ્રેસની બહુમતી હોવા છતાં અહીં ભાજપે નાણાંના જોરે કારોબારી સમિતિના અધ્યક્ષ અને ન્યાય સમિતિ પણ ખરીદી લીધી છે.

કોંગ્રેસના બે સભ્યોને ગેરહાજર રહ્યાં હતા. કોંગ્રેસના સભ્યોને ગેરહાજર રાખવા માટે ધાનેરાના કોંગ્રેસના ધારાસભ્ય નથા  કહ્યું હતું કે રૂપિયા અને સત્તાની લાલસામાં આ બે સભ્યો ગેરહાજર રહ્યાં છે. તેમનો કહેવાનો સીધો મતલબ એ થયો કે ન્યાય સમિતિ અને કારોબારી સમિતિ ભાજપે ખરીદીને બનાવી છે. ભાજપ પાસે 7 સભ્યો છે અને કોંગ્રેસના 9 સભ્યો છે. બે અપક્ષોને પણ ભાજપે પોતાની તરફેણમાં લઈ લીધા છે. અને કોંગ્રેસના બે સભ્યોને ગેરહાજર રહેવા નાણાં આપ્યા છે. આમ ન્યાય સમિતિ આખી ભાજપે ખરીદી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp