વૃક્ષ કાપતા અધિકારીઓને MLAએ કહ્યું: તમારા બાપના તબેલામાં કરો એવું કામ ના ચાલે

PC: facebook.com

વિકાસના નામે ઘણી જગ્યાઓ પર જૂના અને ઘટાદાર વૃક્ષોને કાપી નાંખવામાં આવે છે અને ઘણીવાર સ્થાનિક લોકો પણ વૃક્ષ કાપવાને લઇને વિરોધ નોંધાવે છે. પણ તેમનું તંત્રની સામે કંઈ ચાલતું નથી. ડાંગમાં પ્રવાસન વિભાગ દ્વારા વિકાસના કામોને આગળ વધારવાના હોવાથી કેટલાક વૃક્ષોને કાપવામાં આવતા હતા, ત્યારે ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિતે અધિકારીઓને આડેહાથે લીધા હતા અને વૃક્ષો કાપવાનું બંધ કરાવી અને પર્યટક સ્થળની કામગીરીને અટકાવી હતી. ધારાસભ્ય મંગળ ગાવિતે અધિકારીને કહ્યું હતું કે, મશીન નહીં બધું કામ બંધ કરી દો. તમારા બાપના તબેલામાં કામ કરો તેવું કામ નહીં ચાલે, બંધ કરી દો બધું કામ.

જોકે, પ્રવાસન વિભાગની આ પ્રકારની કામગીરીના કારણે સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો હતો. જેથી લોકોએ પણ તંત્ર સામે ચીમકી ઉચ્ચારી હતી કે, પર્યાવરણના ભોગે વિકાસના કામ નહીં થવા દઈએ. લોકોમાં રોષ જોઈએ ધારાસભ્ય મંગળ ગાવિત આગળ આવ્યા હતા અને તેમણે અધિકારીઓને ખખડાવીને તાત્કાલિક પ્રવાસન વિભાગની કામગીરીને અટકાવી હતી.

ધારાસભ્ય મંગળ ગાવિતે જણાવ્યું હતું કે, થોડાં ઘણા બચેલા અને અમારા બાપ દાદાએ વાવેલા 30 જેટલા વૃક્ષો કાપવા માટેનું આયોજન થઇ રહ્યું છે, ત્યારે ગમે-તે કરવું પડશે, તે ચાલશે પણ તેમનાથી એક વૃક્ષ પણ કપાવું ન જોઈએ. વૃક્ષ વાવવાની જગ્યા પર વૃક્ષ કાપવાનું જે કૃત્ય થઇ રહ્યું છે તેની સામે અમારો સતત વિરોધ છે.

સાપુતારા બાદ સુરતના નવસારી બજારમાં લાઈબ્રેરીના કામ માટે તંત્ર દ્વારા વૃક્ષો કાપવાની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા આ વિસ્તારમાં ત્રણ લાઈબ્રેરી હોવાના કારણે વૃક્ષો કાપીને લાઈબ્રેરી બનાવવાની કામગીરી સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ બેનરો સાથે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની વૃક્ષ કાપવાની કામગીરીને અટકાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp