PM મોદીએ દેશને અન્ન, ઘર, ગેસ, વીજળી પાણીની ચિંતા કરી યોજનાઓ આપી છેઃ ભરત પંડ્યા

PC: https://www.facebook.com/bharatpandyabjp/photos_by

દક્ષિણ ગુજરાતની ચાર લોકસભાના કલસ્ટર પ્રભારી અને પૂર્વ પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડયાએ ઉંમરગામ વિધાનસભામાં યોજાયેલ “મોદી પરિવાર” સભામાં ઉપસ્થિત રહીને “મારું પરિવાર – મોદી પરિવાર” નું મહત્વ વિશે ગ્રામજનોને વિગતવાર માહિતી આપી હતી.

મૈં હૂઁ, મોદી પરિવાર મારું પરિવાર - મોદી પરિવાર

તા.10.04.2024ના રોજ ગુજરાતની છેલ્લી 182 - ઉમરગામ વિધાનસભા સીટનાં માડા અને શારોન્ડા શક્તિ કેન્દ્રની સંયુક્ત મામકવાડા ગામ ખાતે "મોદી પરિવાર સભા"માં ભરત પંડયાએ ઉપસ્થિતિ રહીને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ દેશનાં કરોડો પરીવારનાં આરોગ્ય, અન્ન, ઘર, ગેસ, વીજળી પાણીની ચિંતા કરીને યોજનાઓ આપેલ છે. જન્મથી માંડીને મૃત્યુ સુધીની યોજનાઓનાં પૈસા સીધાં બેન્કનાં ખાતામાં આપી રહ્યાં છે ત્યારે... મોદીજી માટે “રાષ્ટ્ર અને દેશની જનતા” એ જ પરિવાર છે એટલા માટે... “મારું પરિવાર- મોદી પરિવાર” નું સૂત્ર સાર્થક થયેલ છે. તમામ લોકોએ “મૈં હૂઁ મોદી પરિવાર” અને “મારું પરિવાર -મોદી પરિવાર”ના નારાઓ સાથે સમગ્ર વાતાવરણ ગાજી ઉઠયું હતું.

ફિર એક બાર મોદી સરકાર અબ કી બાર 400 પાર ભાજપ તરફી વધુમાં વધુ મતદાન કરીને વલસાડ લોકસભાના ભાજપના ઉમેદવારને જીતાડીને વલસાડથી એક કમળ દિલ્હી મોકલવા અપીલ કરી હતી.

મોદી પરિવાર સભામાં ભરતભાઈ પંડ્યા, પૂર્વ મંત્રી-ધારાસભ્ય રમણલાલ પાટકર, તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ભંડારી, વિધાનસભા સંયોજક કનુભાઈ સોનપાલ, વિધાનસભા પ્રભારી હેમંતભાઈ ટેલર, જીલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલ, જીલ્લા પંચાયત સભ્ય દિપકભાઈ મીસ્ત્રી, પૂર્વ જીલ્લા પંચાયત સભ્ય બાબુભાઈ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિલેશભાઈ ભંડારી સહિત કાર્યકર્તાઓ અને ચૂંટાયેલ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp