સુરતની એક હોટેલમાં મોન્સુન ફૂડ ફેસ્ટિવલ, 100થી વધુ વાનગીઓ

PC: Khabarchhe.com

સુરત. ડુમસ રોડ સ્થિત લે મેરિડીયન હોટેલ ખાતે સુરતની સ્વાદપ્રિય જનતાને ધ્યાનમાં રાખી ચોમાસાની ઋતુમાં ખાસ મોન્સુન ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વાદે રીમઝીમ નામથી આયોજિત ફૂડ ફેસ્ટિવલની મંગળવારથી શરૂઆત થઈ ગઈ છે અને આ ફૂડ ફેસ્ટિવલ 27 ઓગસ્ટ સુધી ચાલશે. ફૂડ ફેસ્ટિવલનું આયોજન લે મેરિડીયન હોટેલના ચોથા માળે આવેલ ઓલ ડે ડાઇનિંગ ખાતે કરવામાં આવ્યું છે.

આ અંગે લે મેરિડીયનના ચીફ શેફ શશીકાંત રાઠોડે જણાવ્યું હતું કે મોન્સુન ફૂડ ફેસ્ટિવલમાં 100થી વધુ વાનગીઓ પીરસવામાં આવી રહી છે. ખાસ કરીને આ વાનગીઓ મિલેટ્સ અને ચાટની વિવિધ વાનગીઓ સાથે જ ચોમાસામા જે વાનગીઓ વધુ ખાવાનું પસંદ કરે છે તે તમામ વાનગીઓ અહીં પીરસવામાં આવી રહી છે. જેમાં ગુજરાતી સાથે સાઉથ ઇન્ડિયન અને નોર્થ ઈન્ડીયન ફૂડ સામેલ છે. સાથે જ મોકટેલ અને પીઝા, ટોસ્ટ વગેરેની પણ જયાફત માણી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp