હવામાન વિભાગના રિપોર્ટ મુજબ ગુજરાતમાં ચોમાસું આ તારીખથી શરૂ થશે

PC: twitter.com

ગુજરાતના હવામાન વિભાગે કહ્યું છે કે,રાજ્યમાં આમ તો પ્રિ-માન્સુનની એક્ટિવીટી 13થી 15 જૂન સુધીમાં શરૂ થઇ જશે, પરંતુ સામાન્ય ચોમાસું જૂનના ત્રીજા અથવા ચોથા સપ્તાહથી શરૂ થશે. ગયા વર્ષે જૂન મહિનાના અંતમાં ચોમાસું બેસ્યું હતું.

હવામાન વિભાગે કહ્યું છે કે, આગામી 5 દિવસ સુધી રાજ્યમાં શુષ્ક વાતાવરણ રહેશે. અમુક વિસ્તારોમાં તાપમાનનો પારો 1થી 2 ડિગ્રી જેટલો ઘટશે. આ વાતથી લોકોને હાશકારો મળશે, કારણકે 16 મે પછી ગુજરાત જે આકરા તાપનો અનુભવ કર્યો છે જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.ગરમીને કારણે લોકોનું ઘરમાંથી નિકળવું મુશ્કેલ થઇ ગયું હતું. કદાચ પહેલીવાર એવું બન્યું કે લોકોને એવું લાગ્યું કે આકાશમાંથી રીતસરના અગનગોળા વરસી રહ્યા છે એટલી કાળઝાળ ગરમી પડી હતી.

હવામાન વિભાગે કહ્યું કે અત્યારે દક્ષિણ- પશ્ચિમના પવનોને કારણે અમદાવાદમાં ગરમીનો પારો નીચે આવ્યો છે. જૂનના પહેલા સપ્તાહમાં ગરમી 38થી 40 ડિગ્રી વચ્ચે રહેશે. જો કે, એ પછી જૂનના બીજા સપ્તાહથી પવનની દિશા બદલાશે અને રાજસ્થાન તરફથી આવતા ઉત્તર- પશ્ચિમના સુકા પવનોને કારણે ફરી ગરમીનો અનુભવ થશે. ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો ઉંચો જઇ શકે છે.હજુ એક અઠવાડીયા સુધી ગરમીનો પારો રાજ્યમાં 42થી 43 ડિગ્રી સુધી રહેશે.

રાજ્યમાં 13થી 15 જૂન વચ્ચે પ્રિ- મોનસુન એક્ટિવીટી શરૂ થઇ જશે જેને કારણે લોકોને બફારમાંથી રાહત મળશે, પરંતુ જૂનના ત્રીજા અને ચોથા સપ્તાહથી સત્તાવાર ચોમાસું બેસશે. હવામાન વિભાગે કહ્યું છે કે, આ વખતે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વધારે વરસાદ પડશે. આ વખતે ગુજરાતમા વરસાદ સારો રહેવાની પહેલેથી આગાહી કરવામાં આવેલી છે.

ગુજરાત પર સક્રીય થયેલું સાઇક્લોનિક સર્કયુલેશન અત્યારે રાજસ્થાન પર સ્થિર થયું છે. જેને લીધે ઠંડા પવનોનું જોર વધ્યું છે.

સૌથી સારી વાત એ છે કે કેરળમાં 30 મેના દિવસથી ચોમાસાનું આગમન થઇ ગયું છે, મતલબ કે સમયસર વરસાદ આવશે તેવા સંકેતો મળી ગયા છે. જો કોઇ વેસ્ટર્ન ડિર્સ્ટબન્સ વચ્ચે સક્રીય થશે તો રાજ્યમાં તાપમાનમાં ઘટાડો આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp