મોરબી કાંડ:ઓરેવાના માલિક જયસુખ પટેલની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે જુઓ શું કહ્યુ

PC: indiatoday.in

મોરબીમાં ઝુલતા પુલ તુટી પડવાની ઘટનામાં ધરપકડ કરાયેલા ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે જયસુખની જામીન અરજી ફગાવી દીધી છે.

ગુજરાતના મોરબમાં ગયા વર્ષે ઓકટોબર 2022માં ઝુલતો પુલ તુટી પડ્યો હતો, જેમાં 135 લોકોના મોત થયા હતા. આ પુલના વહીવટની જવાબદારી ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ પાસે હતી એટલે તેની ધરપકડ કરવામાં આવી હતી.

જયસુખ પટેલે જામીન મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ સુપ્રીમે તો તેની અરજી સાંભળવાનો જ ઇન્કાર કરી દીધો હતો અને કહ્યુ હતું કે, કોર્ટે કહ્યુ કે ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડિંગ રહેલી અરજી માટે રાહ જુઓ. એટલે જામીન લઇને બહાર આવવાના જયસુખના મનસુબા પર સુપ્રીમ કોર્ટે પાણી ફેરવી દીધું હતું. જો કે 12 ડિસેમ્બરે ગુજરાત હાઇકોર્ટે જયસુખ પટેલની જામીન પર સુનાવણી કરે તેવી શક્યતા હોવાનું જાણવા મળ્યું છે.

ગયા વર્ષે મોરબીની મચ્છુ નદી પર ઝુલતો પુલ તુટી પડ્યો તેમાં 135 લોકોના મોત માટે જવાબદાર 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં કંપનીના 2 મેનેજર, બ્રિજ રિપેરીંગનું કામ કરનાર દેવપ્રકાશ સોલ્યૂશન્સના 2 મેનેજર, 2 ટિકિટ કલાર્ક , 3 સિક્યોરીટી ગાર્ડ્સ અને ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલની ધરપકડ કરવામાં આવી હતી.

અત્યાર સુધીમાં ટિકીટ કલાર્ક, 3 સિકયોરીટી ગાર્ડસ અને એક મેનેજર દિનેશ દવે સહિત કુલ 6 લોકોને જામીન મળી ચૂક્યા છે. મુખ્ય આરોપી જયસુખ પટેલ, ઓરેવા કંપનીનો મેનેજર દીપક પારખ અને કોન્ટ્રાકટર પ્રકાશ પરમારની જામીન અરજી હાઇકોર્ટમાં પેન્ડિંગ છે.

આ દરમિયાન જયસુખ પટેલે 21 નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે જામીન અરજી સાંભળવાનો જ ઇન્કાર કરી દીધો હતો અને જયસુખની અરજી ફગાવી દીધી હતી.

જયસુખ પટેલની રેગ્યુલર અને હંગામી જામીન અરજી હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. ત્યારે સુપ્રીમ કોર્ટે તેમાં હસ્તક્ષેપનો ઇનકાર કરતાં હાઇકોર્ટને 12 ડિસેમ્બરે જયસુખ પટેલની અરજી ઉપર નિર્ણય લેવા નિર્દેશ આપ્યો છે. અગાઉ આ કેસમાં પીડિત પક્ષ વતી કેસ લડતા એડવોકેટ ઉત્કર્ષ દવેને ધમકીઓ મળતા સરકારે તેમની સુરક્ષા માટે સશસ્ત્ર બોજડીગાર્ડની ની સુવિધા પૂરી પાડી છે.

ઓરેવા ગ્રુપનો મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલની કંપની ઘડિયાળ, કેલ્યુલેટર, હોમ એપ્લાયન્સીસ તથા એલઇડી બલ્બના ઉત્પાદન માટે જાણીતી કંપની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp