અર્જૂન મોઢવાડિયાએ કોંગ્રેસ છોડવાનું જુઓ શું કારણ આપ્યું

PC: Khabarchhe.com

લોકસભા ચૂંટણી 2024 પહેલા કોંગ્રેસ પાર્ટીને એક પછી એક નિરંતર આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના ટોચના નેતાઓમાંના એક અર્જુન મોઢવાડિયાએ ગુજરાત વિધાનસભા અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે સોમવારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું.

No photo description available.

ગુજરાતમાં અર્જુન મોઢવાડિયાના કોંગ્રેસ છોડવાને પાર્ટી માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. પાર્ટી છોડ્યા પછી અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, જ્યારે કોઈ પાર્ટીનો જનતા સાથેનો સંપર્ક તૂટી જાય છે ત્યારે તે લાંબો સમય ટકી શકતી નથી. દેશની જનતા ઈચ્છતી હતી કે, રામ મંદિર બને. સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી કોંગ્રેસે પણ નિર્ણય લીધો હતો કે, તે બંધારણીય નિર્ણયનું સમર્થન કરશે. આ પછી પણ, પ્રાણ પ્રતિષ્ઠા માટેનું આમંત્રણ ફગાવી દેવામાં આવ્યું છે.

તેમણે આગળ કહ્યું, 'તે સમયે પણ મેં તેની સામે મારો અવાજ ઉઠાવ્યો હતો કે, તેનાથી જનતાની ભાવનાને ઠેસ પહોંચે છે અને આપણે આવા રાજકીય નિર્ણયો ન લેવા જોઈએ. આ નિર્ણય દર્શાવે છે કે, જનતા સાથેનો સંપર્ક તૂટી ગયો છે. મેં અન્ય ઘણા મુદ્દાઓ પર સંદેશા આપવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ હું સફળ થયો નહીં. તેથી મેં આજે રાજીનામું આપવાનું નક્કી કર્યું છે.'

અર્જુન મોઢવાડિયા OBC સમુદાયના છે અને તેઓ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના પ્રદેશમાંથી આવે છે. તેઓ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પણ રહી ચુક્યા છે અને રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીની કમાન પણ સંભાળી ચુક્યા છે. ક્યારેક ગુજરાતમાં તેમની ગણતરી અહેમદ પટેલ પછી બીજા નંબરે થતી હતી. PM નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના CM હતા ત્યારે અર્જુન મોઢવાડિયા રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીનો ચહેરો હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અર્જુન મોઢવાડિયાને ગુજરાત કોંગ્રેસમાં અહેમદ પટેલની સૌથી નજીક માનવામાં આવતા હતા. હાલ ગુજરાત કોંગ્રેસમાં શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી જેવા મોટા નેતાઓ પણ અર્જુન મોઢવાડિયાએ પાર્ટી છોડી દીધી હોવાની વાત પચાવી શકતા નથી. અર્જુન મોઢવાડિયાએ આ વર્ષે જાન્યુઆરીમાં કોંગ્રેસની ટોચની નેતાગીરીએ રામ મંદિરનું આમંત્રણ ન સ્વીકારવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી.

રાજ્યના એક સમાચાર પત્રએ તેના એક અહેવાલમાં સૂત્રોનો ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે, અર્જુન મોઢવાડિયા આગામી દિવસોમાં BJPમાં જોડાઈ શકે છે અને પેટાચૂંટણીમાં પાર્ટી દ્વારા તેમને ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. આ સિવાય રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, અર્જુન મોઢવાડિયા ધારાસભ્ય બન્યા પછી BJP તેમને મહત્વની જવાબદારી સોંપી શકે છે.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, અર્જુન મોઢવાડિયા KC વેણગોપાલ દ્વારા ગુજરાત અંગે લેવામાં આવેલા નિર્ણયોથી ખુશ નથી. એટલું જ નહીં, ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતાની પસંદગી કરતી વખતે તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હોવાનું પણ સામે આવી રહ્યું છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, તેઓ ભરતસિંહ સોલંકી પછી અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ બનાવવા સાથે સહમત ન હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp