ગ્રીન ગુજરાતની વાતો વચ્ચે રાજ્યમાં 2 વર્ષમાં 1.80 લાખ વૃક્ષોનું નિકંદન

PC: urbannewsdigest.in

રાજ્યમાં ગ્રીન ગુજરાતના દાવા વચ્ચે એક વાસ્તવિકતા સામે આવી છે. છેલ્લા બે વર્ષમાં કુલ 180,467 વૃક્ષોનું નિકંદન કાઢી નાંખવામાં આવ્યું છે. આ માહિતી વિધાનસભામાં આપવામાં આવી છે. સૌથી વધુ હરિયાળું ગાંધીનગર હોવાનું ગૌરવ ધરાવતા નગરમાંથી પણ જુદા જુદા કામ સંદર્ભે 5681 જેટલા વૃક્ષો કાપી નાંખવામાં આવ્યા છે. આ વૃક્ષો કાપવાથી સરકારને જે ઈમારતી અને બાળી શકાય એવા લાકડાંની કુલ 6913 લાખ રૂપિયાની આવક થઈ છે.

વન વિભાગ તરફથી વૃક્ષ કાપવાના જે કારણ આપવામાં આવ્યા હતા, તેમાં રસ્તો મોટો કરવાની વાતથી લઈને પ્રોજેક્ટ મંજૂરી સુધીના મુદ્દાનો સમાવેશ થાય છે. વિઘાનસભામાં કોંગ્રેસના સભ્ય તરફથી સરકારને વન વિભાગના વૃક્ષો કાપવાથી થયેલી આવક અંગે પ્રશ્નો કરવામાં આવ્યા હતા. જેના લેખિત જવાબમાં વન વિભાગે કહ્યું હતું કે, વૃક્ષોના કટિંગથી 29673 ઘનમીટરના ઈમારતી લાકડા પ્રાપ્ત થયા છે. જ્યારે 227020 ક્વિન્ટલ જલાઉ લાકડા મળી આવ્યા છે. જે વેચવાથી સરકારને મોટી આવક થઈ છે.

જે વૃક્ષો કાપવામાં આવ્યા છે તેમાં ગુલમહોર, લીમડા, દેશી બાવળ, આમલી, ગરમાળો, નીલગીરી વગેરેનો સમાવેશ થાય છે. ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપવામાં આવ્યા હોય તે બદલ કુલ 4448 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. સૌથી વધારે આ કેસમાં 1177 જેટલા વ્યક્તિ દાહોદ જિલ્લામાંથી ઝડપાયા છે. ત્યારબાદ મહિસાગર જિલ્લામાંથી 463, આણંદમાંથી 53, ડાંગમાંથી 225, પંચમહાલમાંથી 192, સાબરકાંઠામાંથી 260, બનાસકાંઠામાંથી 86, કચ્છમાંથી 99, ગાંધીનગરમાંથી 35, પાટણમાંથી 55, મહેસાણામાંથી 26, સુરેન્દ્રનગરમાંથી 15, અમદાવાદમાંથી 2 અને ભાવનગરમાંથી 36 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાંથી 1135, જામનગરમાંથી 610, રાજકોટમાંથી 1842, આણંદ 8642, નર્મદા 4997, મહિસાગર 4623, પંચમહાલ 3679, ખેડા 11715, ડાંગ 11630, સુરત 11814, ભાવનગર 3053, અમદાવાદ 14069, વડોદરા 2542, પાટણ 1098, મહેસાણા 11437, બનાસકાંઠા 4142, કચ્છ 39580, ગાંધીનગર 5681 વૃક્ષો છેલ્લાં બે વર્ષમાં કાપવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp