જામનગરના દડિયા ગામે ઢોર ડબ્બામાં એક સાથે દસ પશુના મોત

PC: youtube.com

જામનગર મહાનગરપાલિકા સંચાલિત દડિયામાં આવેલા ઢોરના ડબ્બામાં લગભગ રોજના બેથી ત્રણ પશુઓના મોત થઇ રહ્યા છે. આ સ્થળ પર આજે વિપક્ષના નેતાઓ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે ખુલાસો થયો હતો કે, આજે ઢોર ડબ્બામાં એક સાથે દસ પશુઓના મોત નીપજ્યા હતા. આ પશુઓના મોતનો સિલસિલો અટકાવવા માટે ઘણી વાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી. છેલ્લા 9 મહિનાના સમયમાં લગભગ આ ઢોર ડબ્બામાં 393 પશુઓના મોત થયા હોવાનું આંકડો સામે આવ્યો હતો.

પશુઓના મોતના મામલે વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવતા તંત્ર દ્વારા બાહેંધરી આપવામાં આવી હતી કે, આગામી સમયમાં પશુઓના મોત ન થાય તે માટેની કામગીરી કરવામાં આવશે પરંતુ તંત્રની બાહેંધરી પણ ખોટી શાબિત થઇ રહી છે. કારણ કે, પશુઓના મોતનો સિલસિલો અટકવાના બદલે રોજના બેથી ત્રણ પશુઓના મોત થઇ રહ્યા છે. પશુઓના મોતને લઇને તંત્ર દ્વારા પશુઓને સરખો ખોરાક ન આપવામાં ઓવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

આ સમગ્ર મામલે જામનગર મમહાનગરપાલિકાના વિપક્ષના કોર્પોરેટર દેવસી આહિરે જણાવ્યું હતું કે, જામનગર મહાનગરપાલિકા સંચાલિત આ ઢોરના ડબ્બાની આજે મુલાકાત લીધી હતી. આ ઢોર ડબ્બાની અંદર 400થી 450 ગૌ વંશોને રાખવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીનું જામનગર મહાનગરપાલિકામાં સાશન છે. આ ગૌ વંશોને ખાવા માટે ઘાસ એક દિવસનું એક ટ્રેક્ટર આવતું હોઈ એટલે પૂરો ઘાંસચારો ગૌ વંશને મળતો નથી એટલે નવ મહિનાની અંદર 393 ગૌ વંશના મૃત્યુ થાય છે. આ જોતા આશ્ચર્ય લાગે છે કે, એક દિવસમાં 10-10 ગૌ વંશોના મૃત્યુ થયા છે. આ ભાજપ સરકારમાં રજીસ્ટ્રેશનના ચોપડે લીલું ઘાંસ પણ પૂરું લખાતું નથી અને ગૌ વંશોને પૂરું લીલું ઘાંસ મળતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp