અસલી હતો વાસુકી નાગ! કચ્છમાં મળેલા જીવાશ્મ પર વૈજ્ઞાનિકોએ લગાવી મહોર

PC: medium.com

સમુદ્ર મંથન થતા તમે ધારાવાહિકોમાં જોયું હશે, જેમાં દેવતા અને રાક્ષસો એક વિશાળકાય સાંપથી સમુદ્ર મંથન કરતા નજરે પડે છે, જેથી અમૃત મળી શકે. ધર્મગ્રંથોમાં એ સાંપને નાગ વાસુકી સાંપ કહેવામાં આવ્યો છે. વિજ્ઞાન અત્યાર સુધી આ વસ્તુને માત્ર કાલ્પનિક માનતું રહ્યું છે, પરંતુ પહેલી વખત વૈજ્ઞાનિકોને એ વાતના પુરાવા મળ્યા છે કે નાગ વાસુકી સાંપ ધરતી પર ઉપસ્થિત હતો. એટલું જ નહીં, તે ભારતમાં જોવા મળતો હતો. એટલો વિશાળ હતો કે, તેની લંબાઈ એક મોટી બસ બરાબર હતી.

સાયન્ટિફિક રિપોર્ટ્સ, જર્નલ પબ્લિશ રિપોર્ટમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે 47 મિલિયન વર્ષ અગાઉ નાગ વાસુકી સાંપ ભારતમાં હતો. એટલું જ નહીં, તે ધરતી પર ફરતો સૌથી લાંબો સાંપ હતો. જે કાદવ કિચડવાળી જગ્યાઓ પર રહેતો હતો. તેની લંબાઈ 36 ફૂટથી 50 ફૂટ વચ્ચે હતી. ભારતમાં એક કોયલા ખાણ પાસે તે હોવાના પ્રમાણ મળ્યા છે. આ અજગર સાંપનું વજન લગભગ એક ટન હતું. વૈજ્ઞાનિક ભાષામાં તેને વાસુકી ઇન્ડિક્સ કહેવામાં આવે છે. તે જલદીથી પોતાના શિકારનો પીછો કરી શકતો નહોતો અને ઝેરી નહોતો.

કેમ્બ્રિજ યુનિવર્સિટીના જીવાશ્મ વૈજ્ઞાનિક જેસન હેડે કહ્યું કે, આ સાંપ ત્યારે જોવા મળતો હતો, જ્યારે ધરતીનું તાપમાન વધારે ગરમ હતું. આ સાંપનું લોહી ખૂબ ઠંડુ હતું, જેના કારણે તે ખૂબ ગરમ તાપમાનમાં પણ સરળતાથી જીવતો રહી શકતો હતો. રિસર્ચથી એ વાતની પણ પુષ્ટિ થઈ ગઈ કે અમૃત મંથનમાં જે સાંપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, એ સાંપ ભારતમાં જ મળી આવ્યો છે. IIT રુડકીના સાયન્ટિસ્ટ અને રિસર્ચ ટીમના સભ્ય દેબજીત દત્તાએ કહ્યું કે, વૈજ્ઞાનિકોએ વાસુકી ઇન્ડિક્સ નામ સાંપોના રાજા કહેવાતા નાગ વસુકીના નામ પર રાખ્યું છે. વાસુકી નાગ ભગવાન શિવના ગળામાં દરેક સમયે લપેટાઈ રહેતો હતો.

દત્તાએ જણાવ્યું કે, આ સાંપના હાડકાના ટુકડા 2005માં રિસર્ચ ટીમના સભ્ય સુનિલ બાજપીને પશ્ચિમ ભારતમાં મળ્યા હતા. સંશોધનકર્તાઓએ વાસુકીના આકારની જાણકારી મેળવવા માટે જીવતા સાંપોના હાડપિંજરોમાં 20 કરતા વધુ અશ્મિભૂત કરોડરજ્જુનો અભ્યાસ કર્યો. દત્તા મુજબ, ટાયરાનોસોરસ રેક્સના હાડકની તપાસથી ખબર પડી કે આ સાંપ 40.5 ફૂટ લાંબો હતો. ભલે તે ડાયનાસોર જેટલો વિશાળ ન હોય, પરંતુ ધરતી પર ઉપસ્થિત સૌથી વિશાળ સાંપોથી અનેક ગણો લાંબો હતો.

જ્યાં સાંપ જોવા મળ્યો હતો, તેની આસપાસ ઘણા અન્ય જીવોના જીવાશ્મ મળ્યા હતા, જેમાં કેટફિશ, કાચબા, મગર અને પ્રાચિન વ્હેલ સામેલ હતી. એ બતાવે છે કે વાસુકી સાંપ આ જ બધુ ખાઈને જોવાતો રહ્યો હશે. વાસુકી સાંપ નાગોનો રાજા હતો. જે દિવસભર પોતાના વિશાળ શરીરને લપેટીને સિંહાસન બનાવી લેતો હતો અને સૌથી ઊંચાઈ પર પોતાનું માથું ટકાવી રાખતો હતો. આ મુદ્રામાં એ ધીરે ધીરે તે ચાલતો પણ રહેતો હતો. આ અગાઉ ટાઈટેનોબોઆ સાંપને સૌથી મોટો માનવામાં આવ્યો હતો, જે 42 ફૂટનો હતો અને 60 મિલિયન વર્ષ અગાઉ કોલંબિયામાં રહેતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp