આદિવાસી સ્‍વાતંત્ર્ય સેનાનીઓના સંગ્રહાલય બનાવાશે : PM મોદી

17 Sep, 2017
10:02 PM
PC: gujaratinformation.net

દેશના જે રાજયો આદિવાસી વારસો ધરાવે છે એ તમામ રાજયોના આદિવાસીઓએ દેશની આઝાદી માટે બલિદાન આપ્‍યા છે. 1857 થી 1946 સુધી દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં બલિદાન આપનાર આદિવાસી સ્‍વાતંત્ર્ય સેનાનીઓના સંગ્રાહાલયો દેશના વિવિધ રાજયોમાં નિર્માણ કરવામાં આવશે તેમ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ડભોઇ ખાતે જણાવ્‍યું હતું. ગુજરાતની ભાગ્‍યરેખા બદલનાર સરદાર સરોવર પ્રોજેક્ટનું રાષ્‍ટ્રાર્પણ કરતા વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ જણાવ્‍યું કે, દેશની આઝાદીના ઇતિહાસમાં આદિવાસીઓનું પણ મહત્‍વનું પ્રદાન રહયું છે.

દેશની ભાવીપેઢી આદિવાસીઓના વારસાને જાણી તેમાથી પ્રેરણા લે તે માટે દેશમાં આદિવાસી સ્‍વાતંત્ર્યવીરોના ગૌરવશાળી ઇતિહાસના સંગ્રહાલયોનું નિર્માણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ સરદાર સરોવર ડેમ ખાતે સાધુબેટ નજીક આકાર પામનાર ગુજરાતની ધરોહર સમાન આદિવાસીઓના ગૌરવવંતા ઇતિહાસનું રાષ્‍ટ્રીય કક્ષાના આદિવાસી સંગ્રહાલયનો ડભોઇ ખાતેથી ડિજીટલ તક્તિ દ્ધારા શિલાન્યાસ કર્યો હતો.

આ રાષ્‍ટ્રીય મ્‍યુઝીયમમાં દેશના આદિવાસી વીરોના સ્‍વાતંત્રતા સંગ્રામમાં યોગદાન અને બલિદાન રજુ કરતી વચ્‍યુઅલ ટેક્નોલોજીથી વિભિન્‍ન પ્રદર્શનો રજુ કરવામાં આવશે. દેશના આદિવાસી સ્‍વાતંત્ર્યવીરોના ગૌરવશાળી ઇતિહાસને કંડારવામાં ગુજરાત કેન્‍દ્રબિંદુ બની રહેશે તેમ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ જણાવ્‍યું હતું.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.