વિદેશમાં ફરતા લોકોને નરેન્દ્ર મોદી જમીન પર લાવ્યા છે: સ્મૃતિ ઈરાની

PC: twitter.com/MrsGandhi

જૂનાગઢમાં બે સ્થળે તેમજ કોડીનારમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની જનસભા યોજાઈ હતી. જૂનાગઢમાં જનસભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાસે સત્તા હતી ત્યારે ભયનું વાતાવરણ હતું, પરંતુ આજે મોદી સરકારમાં ગુજરાતી વિકાસનો માર્ગ અપનાવ્યો છે. કોડીનારમાં પણ ભાજપના ઉમેદવારના સમર્થનમાં જનસભા તેમણે કોંગ્રેસની ભારત જોડો યાત્રા પર કટાક્ષ કર્યા હતા. તેમજ આકાશમાં અને વિદેશમાં ફરતા લોકોને નરેન્દ્ર મોદી જમીન પર લઈ આવ્યાનું તેમણે જણાવ્યું હતું.

કોડીનારમાં સંબોધન કરતા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રીએ કોંગ્રેસની ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહેલા રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં કહ્યું કે અમેઠીમાંથી જેમનો પીછો કર્યો તે આજે દેશમાં ફરે છે અને તેમની ભારત જોડો યાત્રા દરમિયાન પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા છે. તામિલનાડુથી નીકળ્યા ત્યારે ભારતની પવિત્ર ભૂમિને મેલી કરનારાને સાથે લીધા જ્યારે કેરળમાં પહોંચ્યા ત્યારે ગૌ હત્યારાને સાથે લીધા ફરતા ફરતા એવા લોકોને સાથે લીધા, જેમણે 26/11 ના હુમલો કરનાર ડેવિડ હેડલીનો સાથ આપ્યો આવા લોકોને સાથે લઈ ભારત જોડો યાત્રા ચાલુ છે.

આજે હું ખુશી વ્યક્ત કરું છું કે જે લોકો આકાશમાં ફરતા હતા વિદેશમાં ફરતા હતા આજે મોદી તેમને જમીન પર લાવ્યા છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp