CRZમાં નવી જોગવાઈઓ સમુદ્ર કાંઠાનું પતન નોતરશે

PC: insistpost.com

હાલના કાયદા મુજબ CRZ 1 હેઠળ ઇકોલોજીકલ રીતે સંવેદનશીલ વિસ્તારોમાં ડિફેન્સ, વ્યુહાત્મક અને દુર્લભ જાહેર સેવાઓને લગતા પ્રોજેક્ટ સિવાય પ્રવાસનને લગતી પ્રવૃત્તિઓ અને માળખાગત વિકાસ માટે પરવાનગી નથી. પણ, કાંઠા નિયમન વિસ્તાર જાહેરનામું, 2018 મુસદ્દામાં એક મહત્વનો સુધારો જણાવ્યો છે અને તે છે બફર ઝોન વિસ્તારમાં ઉચ્ચ ભરતી સીમામાં ઘટાડો. મુસદ્દા મુજબ, CRZ ભરતી સીમાથી જમીન તરફે 50 મીટર સુધી લાગુ પડશે. CRZ 2011 મુજબ બફર ઝોન ભરતી સીમાથી 500 મીટર સુધીનો હતો.

સી.આર.ઝેડ, 2018 નોટીફીકેશનમાં “....... કુદરતમાં મહાલવું અને ઇકો-ટુરીઝમ પ્રવૃત્તિઓ ...”ને રાજ્ય-પ્રમાણિત કાંઠા વિસ્તાર વ્યવસ્થાપન યોજનાનું અનુકરણ કરી CRZ- 1 વિસ્તારોમાં મંજુરી મળવા પાત્ર છે. મુસદ્દા મુજબ પ્રમાણમાં અવિકલ વિસ્તરો (જેવા કે ગ્રામીણ વિસ્તારો) અને જે CRZ – II હેઠળ ન આવતા હોયને, CRZ – III હેઠળ આવરી લેવામાં આવશે. તેમાં નો-ડેવલપમેન્ટ ઝોન વિશેની જોગવાઈ છે પરતું મુસદ્દામાં સ્પષ્ટપણે દર્શાવાયું છે કે “નોટીફાઈડ બંદર વિસ્તારની હદમાં નો-ડેવલપમેન્ટ ઝોન લાગુ પડશે નહી”.

આ તકરારી મુદ્દો છે કારણ કે સાગરમાળા કાર્યક્રમ – કે જે ભારત સરકારનું વિશાલ બંદર વિકાસ કાર્યક્રમ છે, માછીમાર સમુદાયની આજીવિકા અને મરાઈન જૈવિક વિવિધતાને આડ અસર પહોંચાડી શકે છે. સરકાર પાસે ભારતમાળા પરિયોજના અંતર્ગત “કાંઠા અને બંદરને જોડતા રસ્તાઓ” સંબંધી કાર્યક્રમ પણ છે જે હેઠળ 2,000 કિ.મી. લાંબા રસ્તાઓ બનાવવામાં આવશે, આ રસ્તાઓ ભારતના સમુન્દ્રતટને સમાંતર બનાવવામાં આવશે જેથી કાંઠા વિસ્તારમાં પ્રવાસન અને ઔધોગિક વિકાસને વેગ મળી રહે. 2018ના મુસદ્દામાં એક નવી લાક્ષણીકતા ઉમેરવામાં આવી છે અને તે છે “અપવાદરૂપ કિસ્સાઓમાં, સંબંધિત રાજ્ય સરકાર દ્વારા CRZ- IV (A) વિસ્તારમાં મેમોરિયમ-સ્મારકો અને સંલગ્ન સુવિધાઓનું વિકાસ”. CRZ – IV A વિસ્તાર “ઓટની સીમાથી દરિયા તરફે 12 નોટીકલ માઈલ સુધીના સમુન્દ્ર જળ અને સમુન્દ્રતલ વિસ્તાર” છે. મહારાષ્ટ્ર સરકારના અરબ સાગરમાં મરાઠા રાજા છત્રપતિ શિવાજીની 210 મીટર ઉંચી મૂર્તિની સ્થાપનાની યોજનાને ધ્યાને લેતા સદર જોગવાઈનો ઉમેરો ધ્યાન ખેંચે છે. આ પ્રસ્તાવના હાલ યોજના-સ્થળ ફરતેના દરિયાઈ પર્યાવરણ અને સ્થાનિક માછીમાર સમુદાયની આજીવિકાને નુકશાનકર્તા હોય, વિવાદમાં છે.

મુસદ્દામાં મુંબઈમાં આવેલ કોલીવાડાઓ કે જે ૨૦૧૧નાં નોટીફીકેશન હેઠળ CRZ – III ખાસ સંરક્ષિત વિસ્તારો છે, વિષે કોઈ ઉલ્લેખ નથી.

સદર નિયમો હેઠળ CRZ – III વિસ્તરોને CRZ- III A અને CRZ – III B વિસ્તારો તરીકે વધુ વર્ગીકૃત કરવામાં આવ્યું છે. વિસ્તારો કે જે 2,161 પ્રતિ ચો.મી.થી ઓછી જનસંખ્યા ઘનતા ધરાવતા હોયને CRZ – III A હેઠળ ગણવામાં આવશે. CRZ – III A હેઠળ, નો- ડેવલપમેન્ટ ઝોન 200 મીટરની જગ્યાએ 50 મીટર સુધીનું ગણવામાં આવશે.

ભરતી સીમા અને ભય સીમાની માપણી : મુસદ્દા હેઠળ ટકાઉ કાંઠા વ્યવસ્થાપન માટેના રાષ્ટ્રીય કેન્દ્રને ભરતી સીમાના ધોરણો નક્કી કરવામાં માટે અંતિમ સત્તાધારી ઠેરવવામાં આવ્યું છે. અગાઉ તે એન.સી.એસ.સી.એમ.ની ભલામણથી પર્યાવરણ, જંગલ અને વાતાવરણ ફેરફાર મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત એજેન્સી દ્વારા સીમાંકિત કરવામાં આવતું હતું.

CRZ – III વિસ્તારોનું વર્ગીકરણ : CRZ- III વિસ્તારો – જમીન કે જે પ્રમાણમાં અવિકલ હોય જેમ કે ગ્રામીણ વિસ્તારો, અને હાલની મ્યુનિસિપલ સીમાઓ હેઠળના સમુન્દ્રતટની પાસેના વિસ્તારોમાં નથી આવરી લેવાતી – ને બે વર્ગોમાં વર્ગીકૃત કરાયું છે: CRZ – III A ગ્રામીણ વિસ્તારો કે જ્યાં 2011ની વસ્તી ગણતરી મુજબ જનસંખ્યા ઘનતા 2,161 લોકો પ્રતિ ચો. કિ. કે તેથી વધુ હોય. મુસદ્દા હેઠળ આવા વિસ્તારોમાં “નો-ડેવલપમેન્ટ ઝોન ભરતી સીમાથી 50 મીટરનું રહશે.

CRZ- III B એવા વિસ્તારો કે જ્યાં જનસંખ્યા ઘનતા 2,161 લોકો પ્રતિ ચો. કિ.થી ઓછી હોય. આવા વિસ્તારોમાં નો- ડેવલપમેન્ટ ઝોન હાલના નિયમો મુજબ જ ભરતી સીમાથી 200 મીટર સુધીની રહેશે.
પ્રોજેક્ટ કે જે માટે પર્યાવરણ , જંગલ અને વાતાવરણ ફેરફાર મંત્રાલયની મંજુરી મેળવવાની રહેશે: માત્ર એવા પ્રોજેક્ટ કે જે CRZ – I (પર્યાવરણીય અતિ-સંવેદનશીલ) વિસ્તારો અને CRZ – IV (સમુન્દ્ર જળ અને સમુન્દ્રતલ)માં સ્થિત હોયને પર્યાવરણ , જંગલ અને વાતાવરણ ફેરફાર મંત્રાલયની મંજુરી મેળવવાની રહેશે. અન્ય બધા પ્રોજેક્ટ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કાંઠા વિસ્તાર વ્યવસ્થાપન સત્તાધિકારી દ્વારા ધ્યાને લેવાશે. મુસદ્દામાં, કાંઠા વિસ્તાર વ્યવસ્થાપન સત્તાધિકારી ધ્વારા ભલામણ કરાયાથી અને મંત્રાલય દ્વારા મંજુર કરાયાથી “CRZ- I વિસ્તારોમાં રિક્લેમેશન કરી”, રસ્તાઓ અને પીલ્લરો ઉપરરસ્તાઓ, અપવાદ રૂપ કિસ્સાઓમાં “ડિફેન્સ, વ્યુહાત્મક હેતુઓ અને જાહેર સુવિધાઓ માટે”ના, બાંધકામને પણ મંજુરી આપવામાં આવી છે. તેમ છતાં, વ્યુહાત્મક હેતુઓ માટેના પ્રોજેક્ટો એટલે શું તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.

CRZ- II ,માટે ફ્લોર સ્પેસ ઇન્ડેક્ષ : જયારે 2011નાં નોટીફીકેશન હેઠળ CRZ – II વિસ્તારો માટે ફ્લોર સ્પેસ ઇન્ડેક્ષ અથવા ફ્લોર એરિયા રેશીઓ 1991નાં ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન (DCR)નાં નિયમો મુજબ નિયંત્રિત કરાયેલ છે. નવા મુસદ્દામાં તેને બદલી નવા નોટીફીકેશનનાં જાહેર થયાના સમયે લાગુ પડતા બાંધકામને લગતા FSIનાં નિયમો મુજબ મંજુરી આપવાનીવાત કરાયેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp