પોરબંદર અને ગારિયાધાર માટે નવા રૂટ શરૂ કરાયા, 20 બસને લીલી ઝંડી

PC: twitter.com

સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, એસટી નિગમ (GSRTC-ગુજરાત રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન)ની અદ્યતન નવી 10 સુપર એકસપ્રેસ અને 10 સેમી સ્લીપર કોચ મળી 20 બસોનું ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. અડાજણ ડેપો ખાતે આયોજિત બસોના લોકાર્પણ કાર્યક્રમમાં કેન્દ્રીય વસ્ત્ર અને રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ અને શહેરના મેયર દક્ષેશ માવાણી ઉપસ્થિત રહ્યા હતા.

https://khabarchhe.com/uploads/mc_path/16992775444.jpg

ગૃહરાજ્યમંત્રીએ આ બસોનું પૂજન કરી નિગમના ડ્રાઇવરોને ચાવી અર્પણ કરી હતી. મુસાફરોની સુવિધા અને સુખાકારીમાં વધારો થાય તેવા ઉદ્દેશ્યથી 20 બસો ગુજરાત એસટી વિભાગને ફાળવવામાં આવી છે. 10 સેમી સ્લીપર (2×1)ની 30 સીટ ફુલ્લી રિક્લાઈન અને 15 બર્થ અને 10 સુપર એકસપ્રેસ (3×2) 52 સીટ બેઠક વ્યવસ્થા સાથેની અદ્યતન સુવિધાજનક બસોનો સીધો લાભ છેવાડાના ગ્રામજનો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને આમ નાગરિકોને સરળતાથી પ્રાપ્ત થશે. પોરબંદર અને ગારીયાધારના નવા 2 રૂટો પણ શરૂ કર્યા છે.

https://khabarchhe.com/uploads/mc_path/16992775446.jpg

આ પ્રસંગે ધારાસભ્ય મનુ પટેલ, સુરત મનપાના દંડક ધર્મેશ વાણિયાવાળા, એસ.ટી. નિગમના વિભાગીય નિયામક પી.વી. ગુર્જર, વિભાગીય પરિવહન અધિકારી, એમ.વી. વાંઢેર, વિભાગીય યાંત્રિક ઈજનેર એમ.એચ. ગામીત, અડાજણ ડેપો મેનેજર વી.આર. ગામીત , સિટી ડેપો મેનેજર એમ.વી.ચૌધરી, સુરત ગ્રામ્યના મેનેજર બી.આર. પટેલ, અધિકારીઓ, સંગઠન હોદ્દેદારો સહિત શહેરીજનો હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp