આગામી 72 કલાક ગુજરાત માટે ભારે, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ

PC: Khabarchhe.com

ફરી એક વાર ગુજરાત પર મેઘરાજાના મંડાણ થયા છે અને 72 કલાક ગુજરાત માટે ભારે છે. ગુજરાતના હવામાન વિભાગે કેટલાંક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે.

હવામાન વિભાગે કહ્યું છે કે 26 સપ્ટેમ્બરે, ગુરુવારે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ છે અને નવસારી, તાપી. ડાંગમાં ઓરેંજ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે 27 સપ્ટેમ્બર અને 28 સપ્ટેમ્બરે બંને દિવસો માટે ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બંગાળની ખાડી પર જે સાયક્લોનિક સર્ક્યુલેશન ઉભું થયું છે તે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે જેને કારણે ભારે વરસાદની સંભાવના છે.

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે દાવો કર્યો છે કે, સુરતમાં આગામી 72 કલાકમાં 8થી 10 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp