હાર્દિક-કોંગ્રેસ પર નીતિન પટેલ ત્રાટક્યા: મૂર્ખાઓની વાત મૂર્ખાઓએ સ્વીકારી

PC: khabarchhe.com

હાર્દિક પટેલે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી અનામત ફોર્મ્યુલાનો સ્વીકાર કર્યા બાદ ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાર્દિક અને કોંગ્રેસને આડે હાથે લીધા હતા. નીતિન પટેલે કહ્યું કે બંધારણમાં ક્યાંય પણ અનામતને 49 ટકા કરતા વધારે અનામત આપવાનું લખાયું નથી. સુપ્રિમ કોર્ટની બંધારણીય બેન્ચે આપેલા ચૂકાદા પ્રમાણે હવે વધુ અનામત આપી શકાય નહી.

નીતિન પટેલે કહ્યુંકે કોંગ્રેસનાં નેતા અને સુપ્રિમ કોર્ટનાં વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે હાર્દિકનો પ્રસ્તાવ છે. હવે કોણ સાચો છે એ હાર્દિક જાહેર કરે. હાર્દિકે પાટીદાર સમાજને છેતરવાનું બંધ કરે. હાર્દિક હવામાં ચાલી રહ્યો છે. કોંગ્રેસ સાથે હાર્દિકનું મેળાપીપણું છે. હાર્દિક કોંગ્રેસની સ્ક્રીપ્ટ વાંચી રહ્યો છે. 50 ટકા કરતા વધુ અનામત આપી શકાય એવી કોંગ્રેસ સ્ટોરી વાંચી રહ્યો છે.

તેમણે કહ્યું કે હાર્દિક હજુ નાનો છે. નાસમજ છે. ઈન્દ્રાસહાની કેસમાં 1993માં આપવામાં આવેલા ચુકાદા પ્રમાણે 50 ટકા કરતા વધારે અનામત આપી શકાય નહી. મૂર્ખાઓએ દરખાસ્ત આપી અને મૂર્ખાઓએ દરખાસ્ત સ્વીકારી. હાર્દિક, તારા જેવા બહુ જોઈ લીધા છે. કોંગ્રેસમાં મૂર્ખાઓ ઓછા નથી. બાકી પાટીદાર સમાજ હોશિયાર જ છે. એની ચિંતા કરવાની જરૂર નથી. હાર્દિક પાસે કશું નથી, જે કંઈ પણ છે હોટેલોમાં છે. તે તો આખો દિવસ ફર્યા જ કરે છે.

ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે કોઈ પણ સંજોગોમાં 50 ટકા વધારે અનામત આપી શકાય નહી. હાર્દિક હજુ ઘણો નાનો છે અને તેણે રાજકારણ સમજવાની જરૂર છે. જો તેણે રાજકારણ શીખવું હોય તો મારી પાસે આવે. પાટીદાર સમાજ અને ગુજરાતને છેતરી રહ્યા છે.

તેમણે કહ્યું કે કોંગ્રેસ અને હાર્દિક વચ્ચે ટીકીટોને લઈ બબાલ ચાલી રહી છે. ભાજપ સરકારે 200 કરોડ રૂપિયા હાલ કરવામાં આવી છે અને તે પ્રમાણે બજેટમાં ભાજપે પછાત વર્ગ માટે જોગવાઈ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp