લવ જેહાદીઓની નો-એન્ટ્રી, મુસ્લિમોની કોઈ મદદ ન લો; ગરબા પંડાલોને લઈને VHPની માગ

PC: livehindustan.com

ગુજરાતમાં આગામી નવરાત્રિ નિમિત્તે યોજાનાર ગરબા પંડાલને લઈને VHPએ સરકાર પાસે આ ખાસ માંગણી કરી છે. વિશ્વ હિંદુ પરિષદ (VHP)એ શનિવારે કહ્યું હતું કે, ગુજરાત સરકારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે 'લવ જેહાદીઓ' ગરબા પંડાલમાં પ્રવેશ ન કરે અને આ કાર્યક્રમોમાં કામ કરનારાઓ પણ મુસ્લિમ સમુદાયના ન હોવા જોઈએ.

VHPના સંયુક્ત મહાસચિવ સુરેન્દ્ર જૈને અહીં પત્રકારો સાથે વાત કરતા દાવો કર્યો હતો કે, હિન્દુ ધાર્મિક સરઘસોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જૈને કહ્યું, 'ગરબા એ દેવીની પૂજા કરવાનો અવસર છે. કેટલાક 'જેહાદીઓ' આવી તકોનો ખોટો ફાયદો ઉઠાવે છે. હું ગરબાના તમામ આયોજકોને અપીલ કરવા માંગુ છું કે, પંડાલ વિક્રેતાઓ (પંડાલ બનાવનારા), કેટરિંગ સર્વિસ પ્રોવાઈડર્સ, સુરક્ષા સેવાઓના સભ્યો મુસ્લિમ ન હોવા જોઈએ અને તેઓએ કોઈપણ વ્યક્તિને ઓળખ કાર્ડ અને આધાર કાર્ડ તપાસ્યા પછી જ અંદર જવા દેવાની પરવાનગી આપવી જોઈએ.'

વિશ્વ હિંદુ પરિષદના અધિકારીએ જણાવ્યું હતું કે, ગરબાના આ પવિત્ર પ્રસંગને લવ જેહાદમાં ફેરવવાનો કોઈ પ્રયાસ ન કરે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી ગુજરાત સરકારની છે. જૈને કહ્યું, 'અમે તેમને રોકીશું પરંતુ તેનાથી અશાંતિ ફેલાવાની સંભાવના છે. સરકારે તે સુનિશ્ચિત કરવું જોઈએ કે, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને લવ જેહાદીઓ સ્થળની આસપાસ પણ ન પહોંચી શકે.'

ગરબા એ નવ દિવસીય નવરાત્રી ઉત્સવ દરમિયાન કરવામાં આવતું એક ગુજરાતી લોકનૃત્ય છે. આ વર્ષે નવરાત્રી 15 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધી ઉજવવામાં આવશે. જૈને એમ પણ કહ્યું હતું કે VHPના પ્રયાસોને કારણે ગુજરાત સરકારે 'લવ જેહાદ વિરોધી કાયદો' પસાર કર્યો હતો પરંતુ તેનો યોગ્ય રીતે અમલ થતો નથી. કેન્દ્ર સરકારે VHPને તેની વિનંતી પર લવ જેહાદ વિરુદ્ધ કેન્દ્રીય કાયદો ઘડવાની ખાતરી આપી છે.

ગુજરાત હાઈકોર્ટે ગુજરાત ધાર્મિક સ્વતંત્રતા (સુધારા) અધિનિયમ, 2021ની કેટલીક જોગવાઈઓ પર સ્ટે મૂક્યો છે. લગ્ન દ્વારા બળજબરીપૂર્વક/છેતરપિંડીથી ધર્માંતરણ માટે સજાની જોગવાઈ છે. જૈને આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતમાં પણ હિંદુ ધાર્મિક સરઘસ પર હુમલો કરવામાં આવી રહ્યો છે અને બજરંગ દળની અનેક 'શૌર્ય જાગરણ યાત્રાઓ' પર પથ્થરમારો કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp