ગુજરાતમાં યુવતીઓનું ગુમ થવાનું પ્રમાણ સૌથી વધુ પણ કોરોનામાં તે ઘટી ગયું

PC: https://timesofindia.indiatimes.com

ગુજરાત રાજ્યમાં વર્ષ 2017 થી 50000 લોકો ગુમ અથવા અપહરણ થયા છે. જેમાંથી રાજ્યભરની પોલીસે 48 હજાર લોકોને શોધી નાખ્યા. એટલે 96 ટકા લોકોનું પરિવાર સાથે મિલન કરાવવામાં સફળ રહેલી ગુજરાત પોલીસ અન્ય 2000 લોકોને ક્યારે શોધે છે અને કેવી રીતે તે જોવું મહત્વનુ રહેશે.

કોરોનામાં માણસો ઓછા ગુમ થવા લાગ્યા.ગુજરાતમાંથી વર્ષે સરેરાશ 12049 લોકો ગુમ થાય છે. કોરોના પહેલા 2019માં 14292 લોકો ગુમ થયા હતા. 16 ટકા ઓછા લોકો ગુમ થયા હતા. જોકે વધતા ગુના પ્રમાણે તો કોરોનામાં સામાન્ય વર્ષો કરતાં 20 ટકા ઓછા લોકો ગુમ થયા હતા. કોરોનાએ તેમને સલામતી આપી હતી. લોકો ઘરમાં રહેતાં હોવાથી ગુમ થવાનું પ્રમાણ ઘટી ગયું હતું.

આ ઘટનામાં મોટો સવાલ એ છે કે યુવકો કરતાં યુવતીઓ ઘરમાં વધું રહેતી હતી. છતાં કોરોનામાં પૂરૂષો કરતાં યુવતીઓ વધું ગુમ થઈ છે. શું કારણ હશે તેનું તે મનોવિજ્ઞાનીઓ વિચારી રહ્યાં છે. દર વર્ષે 18થી 30 વર્ષની યુવાન વયે ગુમ થઈ જવાનું પ્રમાણ સૌથી મોટું છે.

મહિલાઓ વધુ ગુમ થાય છે.

મહિલાઓ કેમ વધું ગુમ થઈ રહી છે. તેનું કારણ સામાજિક વધું છે. કાયદાકીય ઓછું છે. કારણ કે મોટા ભાગે ભાગીને લગ્ન કરવા કે પ્રેમીઓ ઘરેથી ભાગી જવાની ઘટના વધું જવાબદાર માનવામાં આવે છે.

વર્ષ 2020માં 3758 પુરૂષો અને 8290 મહિલાઓ ગુમ થઇ હતી. જે આગલા વર્ષે 2019માં 5003 પૂરૂષો અને 9268 મહિલાઓ ગુમ થયા હતા. આમ 1250 પૂરૂષો ઓછા ગુમ થયા હતા. જે 30 ટકા ઓછા પૂરુષો ગુમ હતા. તેની સામે મહિલાઓ 2019માં 9268 ગુમ થયા હતા. 978 મહિલાઓ ઓછા ગુમ હતા. જે 10 ટકા થવા જાય છે. તેનો સીધો મતલબ એ નિકળે છે કે મહિલાઓનું ગુમ થવું તે કોરોનામાં પરૂષો કરતાં વધું હતું.

શું હશે તેનું કારણ.

મહિલાઓનો પ્રશ્ન કેમ વધું ઝટીલ છે, 5 વર્ષથી નીચે 112 બાળકીઓ ગુમ છે. ગયા વર્ષે 102 ગુમ થયા હતા. 5થી 14 વર્ષ સુધીમાં પણ 175 ગુમ થાય છે. 2019માં 191 બાળકીઓ ગુમ થઈ હતી. 14થી 18 વર્ષ સુધીની કિશોરીઓ 628 છે. આગલા વર્ષે આ પ્રમાણ 751 હતું.

પણ 18થી 30 વર્ષ સુધીની યુવતીઓ 5969 છે. આમ 80 ટકા યુવતીઓ આ ઉંમરે ગુમ થાય છે. તેનો સીધો મતલબ કે ભાગીને લગ્ન કરવા અને પ્રેમ કરવાનું વલણ વધી રહ્યું છે. કોરોના પહેલા 2019માં 6002 યુવતીઓ ગુમ થઈ હતી.

30થી 45 વર્ષના મહિલાઓ 1120 ગુમ હતી. જેની પાછળ પણ લગ્ન જીવન વધું મહત્વનું માનવામાં આવે છે. કોરોના પહેલા 1700 યુવતીઓ ગુમ હતી. કોરોનામાં આ ઉંમરે ગુમ થવાનું પ્રમાણ ઓછું જોવા મળે છે. 60 વર્ષથી ઉપરની મહિલાઓ 92 ગુમ થઈ ગઈ હતી. કોરાન પહેલા 2019માં 122 વૃદ્ધા ગુમ થઈ ગઈ હતી.

પૂરૂષો

ગુજરાતમાં પૂરૂષો ઓથા ગુમ થઈ રહ્યાં છે. જે ગુમ થાય છે તેમાં બાળકો અને વૃદ્ધોનું પ્રમાણ મહિલાઓ કરતાં વધું છે. 3758 પરુષો ગુમ થઈ ગયા હતા. જે 2019માં 5 હજાર પૂરૂષો ગુમ હતા. જેમાં 99 બાળકો 5 વર્ષ સુધીના હતા. આ બાબત ગંભીર છે. એક વર્ષ પહેલા 130 બાળકો ગુમ હતા. કોરોનામાં બાળકોની સલામતી 30 ટકા વધી ગઈ હતી.

5 વર્ષથી 14 વર્ષ સુધીના બાળક કે કિશોરો 119 છે. જે પણ ગંભીર છે. કાયદો અને વ્યવસ્થાને પડકારે છે.  એક વર્ષ પહેલા 157 બાળકો કે કિશોરો ગુમ હતા. આમ કોરોનાનું વર્ષ આ ઉંમરના બાળકો માટે સલામત હતું. કારણ કે બાળકો તો ઘરમાં જ ભરાઈ રહ્યાં હતા. શાળાએ તો ગયા ન હતા. તેથી ઓછા ગુમ થયા હતા.

14થી 18  વર્ષ સુધીના કિશોનો 71 છે જે ગુમ થયા છે. જે 628 કિશોરીઓ સામે માત્ર 12 ટકા જ છે. આમ કિશોરીઓ ગુમ થઈ જવાનું કારણ પ્રેમ પ્રકરણ હોઈ શકે છે. આગલા વર્ષે તો 108 કિશોરો ગુમ થયા હતા.

18થી 30 વર્ષના 1477 યુવકો ગુમ થયા હોવાની ફરિયાદો તેના વાલીઓએ કરી હતી. પણ તેની સામે 6 હજાર યુવતીઓના વાલીઓએ ફરીયાદ કરી હતી. જે સામાજિક સ્થિતી બતાવે છે. કારણ કે યુવક ઘરેથી ભાગી જાય તો તેના કુટુંબ તેને ગુમ થયા હોવાનું માનતો નથી. પણ યુવતી ગુમ થઈ જાય તો તેને ગુમ થયા હોવાનું માને છે. અને પોલીસમાં ફરિયાદ કરે છે. જેની પાછળ પ્રેમ પ્રકરણ હોય છે. જે યુવતીના માતા પિતાને મંજૂર હોતું નથી.

જોકે , કોરોના પહેલા 18-30 વર્ષ સુધીમાં 1988 યુવકો ગુમ હતા. જેમાં ગુમ થવામાં મોટો ઘટાળો થયો છે. 33 ટકા યુવાનો ગુમ થવાનું પ્રમાણ ઘટી ગયું હતું.  ગુજરાતી સમાજ હજું પ્રેમ કરવામાં રૂઢીગત છે. યુવક અને યુવતીઓ પ્રેમ કરીને લગ્ન કરે તો તે સમાજને હજું પણ મંજૂર નથી, એવું આ ઘટનાઓ બતાવે છે.

સમાજમાં ગંભીર બાબત એ છે કે 45થી 60 વર્ષના 570 આધેડ પુરૂષો ગુમ છે. આગલા વર્ષે તે પ્રમાણ 784 હતું.  60 વર્ષથી ઉપરના 280 પૂરૂષો ગુમ છે. આગલા વર્ષે 300 વૃદ્ધ પુરૂષો ગુમ થયા હતા. જે બાબત વૃધ્ધ મહિલાઓ કરતાં થોડી ભિન્ન છે. અહીં વૃદ્ધ મહિલાઓ કરતાં વૃદ્ધ પૂરૂષો ગુમ થવાનું ચિંતાજનક કારણ અને તારણ જોવા મળે છે.

સવાલ એ છે કે ગુજરાતમાં 12049 માણસો ગુમ થઈ જાય છે જેમાં યુવતીઓ ગુમ થવાનું પ્રમાણ વધું છે. તેના અનેક સામાજિક અને લગ્ન જીવનના કારણો માનવામાં આવે છે. પણ 2020નું વર્ષ એવું રહ્યું છે કે 2019ની સામે 16 ટકા લોકો ઓછા ભાગ્યા હતા. તેની પાછળ કોરોના પણ જવાબદાર છે. કારણ કે કોરોનાથી કર્ફ્યું સામાજિક અંતર અને બહાર રહેવાની અનુકુળ સ્થિતિ ન હતી.

આમ લોકો ગુમ થાય છે તેમાં અનુકુળ અને પ્રતિકુળ સ્થિતિ એટલી જ જવાબદાર હોય છે. આદિવાસી વિસ્તારોમાં ભ્રદ્ર વિસ્તારો કરતાં ગુમ થવાનું કારણ વધારે રહ્યું હતું.

કોરોનામાં ગુમ થવાનું પ્રમાણ ઘટી ગયું હોય એવા વિસ્તારોમાં અમદાવાદ શહેર, અમદાવાદ જિલ્લો, અમરેલી, આણંદ, બનાસકાંઠા, ભાવનગર, દ્વારકા, ગાંધીનગર, જામનગર, સોમનાથ, જુનાગઢ, ખેડા, મહેસાણા (40 ટકા ઘટાડો), મોરબી 80 ટકા ઘટાડો, નવસારી, પંચમહાલ, રાજકોટ શહેર, સાબરકાંઠા, સુરત શહેરમાં 35 ટકાનો ઘટાડો, સુરત ગ્રામ્ય, સુરેન્દ્રનગર, વલસાડ, વડોદરા શહેર, વલસાડ છે.

ગુમ થવાનું પ્રમાણ વધી ગયું હોય એવા સ્થળોમાં વડોદરા ગ્રામ્ય, રાજકોટ ગ્રામ્ય, પોરબંદર, પાટણ, નર્મદા, કચ્છ, દાહોદ, ભાવનગર, ભરૂચનો સમાવેશ થાય છે.

સીઆઇડી ક્રાઇમ પોલીસે મીસીંગ સેલ બનાવવા પડ્યા છે.

ગુમ થતા લોકોને શોધીને પરિવાર સાથે મિલન કરાવવું તે ખૂબ જ અઘરું કામ હોય છે. કારણ કે ગુમ થનાર વ્યક્તિ પોતાની ઓળખ સમાજ અને પોલીસથી છુપાવતો હોય છે. ઉપરાંત પરત આવી ગયા બાદ પણ પોલીસને પરિવાર જાણ નથી કરતો.

14 વર્ષમાં 50 હજાર બાળકો ગુમ થયા છે.

48,000 બાળકો મળી આવ્યા અથવા પરત આવી ગયા છે. ગુમ થયેલા બાળકો મળી આવવાની ટકાવારી 95.03 ટકા હોવાનું ગૃહ વિભાગ દાવો કરે છે. અમદાવાદ જેવા શહેરમાં 4 ટકા બાળકો મળતા નથી. અન્ય શહેરોમાં 13 ટકા બાળકો ફરીથી મળતા નથી. 2500 બાળકો 14 વર્ષથી મળતા નથી. તે ક્યાં ગયા તે મોટો સવાલ છે.

CID ક્રાઇમના મિસિંગ સેલે જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈમાં  330 લોકોને શોધી કાઢ્યા હતા.પોલીસે ડ્રાઈવ કરવી પડે છે. અમદાવાદ પોલીસ તો ગુમ તમામ લોકોનું સન્માન કરી પ્રશંસા પત્ર આપે છે. અમદાવાદ શહેરના 18 પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1800 લોકો 2007થી અત્યાર સુધી ગુમ થયા છે.

પોલીસ તપાસમાં ગુમ થવાના કારણોમાં પ્રેમ લગ્ન વધારે જોવા મળે છે. પ્રેમ લગ્ન કરીને ઘરે આવી જાય પણ પોલીસને જાણ કરવામાં આવતી નથી. તેથી ચોપડે તો કે ગુમ જ હોય છે.  2 હજાર લોકો પોલીસ ચોપડે આજે પણ ગુમ છે.

ગુમ થયેલા યુવાનો કે યુવતીઓમાંથી મોટા ભાગનાએ પ્રેમ લગ્ન કરી લીધા હોય છે. ઓક્ટોબર 2021માં ગુમ થયેલું બાળક બિહારથી મળી આવ્યું હતું. વાઘોડિયાના ભાવનગરપુરા ગામમાંથી 6 દિવસનું બાળક ગુમ થયું હતું.  બિહારના રોહતાસ જિલ્લામાં 4 લાખમાં બાળક વેચાયું હતું. ગાંધીનગરમાંથી 18 વર્ષ સુધીના વર્ષે 100 બાળકો ગુમ થાય છે. જેમાં 20 ટકા પરત મળતા નથી.

ગુમ થયેલા બાળકો માટે ઓપરેશન મુસ્કાન' શરૃ કર્યું હતું. ગુજરાતમાં બાળકો ગુમ થવાની ઘટનાઓ વધવા લાગતા સરકાર આફતમાં આવી હતી. ગુમ થયેલા કે ભૂલા પડેલા બાળકોને શોધવામાં આખા દેશમાં પોલીસે તપાસ કરી હતી.

બાળકોને લોભ-લાલચ આપીને ઉપાડી જનારા પરિબળોની ભૂમિકા સૌથી વધુ છે. માનવ તસ્કરી સાથે સંકળાયેલી ગેંગો બાળકોને ઉપાડી જઈને તેને વેચી મારવાનો ધંધો કરે છે. ખરીદનારાઓ બાળમજૂરી, ભિક્ષાવૃત્તિ કે ખેતમજૂરી માટે ખરીદેલા બાળકોનો ઉપયોગ થાય છે તો બાળકોઓ કિશોરીઓનો જાતીય હેતુઓ, વેશ્યાવૃત્તિઓ કે ગેરકાનૂની રીતે લગ્ન કરાવી દેવાની પ્રવૃત્તિ પણ થતી હોય છે.

ઘણાં બાળકો રિસાઈને, કોઈ મહત્ત્વકાંક્ષા માટે અથવા મંદબુદ્ધિનાં કારણે પણ ઘરેથી ભાગી જતા હોય છે. તો કેટલાક બાળકો સગીરવયે પ્રેમ પ્રકરણના સંદર્ભે ભાગી જતાં હોવાના કિસ્સાઓ બને છે. કેટલાક યુવાનો કિશોરવયની સગીર બાળકીઓને લલચાવી-ફોસલાવીને બદઈરાદે ભગાડી જતાં હોય છે.

ગુજરાતમાં દરરોજ લગભગ 18 મહિલાઓ ગુમ થાય છે. જેમાં અમદાવાદ સૌથી આગળ છે. બે વર્ષમાં 13,574 મહિલાઓ ગુમ થઈ હતી ત્યારે 10,479 મહિલાઓ પાછી આવી ગઈ  હતી. 30 ટકા પાછી આવતી નથી. મહિલાઓ માટે પોતાની ઈચ્છા અનુસાર જીવન પસાર કરવું ઘણું મુશ્કેલ હોય છે. પ્રેમસંબંધ, લગ્ન, અભ્યાસ, કરિયર દરેક બાબતે મહિલાએ સંઘર્ષ કરવો પડે છે.

પોતાની પસંદની વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કરિયર અને શિક્ષણ માટે ટેકો મેળવવો ઘણો મુશ્કેલ હોય છે. અત્યારે ઘણી મહિલાઓ સ્વતંત્ર રીતે જીવન પસાર કરવા ઘર છોડીને જતી રહેતી હોય છે, જ્યારે અમુક હ્યુમન ટ્રાફિકિંગનો શિકાર બનતી હોય છે.

ઘણી મહિલાઓ ઘર છોડીને જતી રહેતી હોય છે. ઘણી યુવતીઓને પૈસા માટે પરણાવી દેવામાં આવે છે. ગુજરાતમાં સ્ત્રી-પુરુષના રેશિયોમાં જે અસમાનતા છે તેના કારણે આ સમસ્યા ઉભી થઈ છે. વાહનો અને મોબાઈલ ક્રાંતિને કારણે પહેલાની સરખામણીમાં ઘરેથી નીકળી જવું વધારે સરળ બની ગયું છે. 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ ગૂમ થાય તો અપહરણનો ગુનો દાખલ કરાય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp