મંદિરને પણ નથી છોડતા, ચામુંડા માતાના મંદિરમાંથી માતાજીના ઘરેણા ચોરી ગયા
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ચામુંડા માતાના મંદિરમાં આભૂષણ તેમજ ચાંદીની ચીજ વસ્તુઓની ત્રણ લાખથી વધુની ચોરની ઘટના પ્રકાશમાં આવી છે અજાણ્યા ચોર ઈસમોએ રાત્રિના સમયે મંદિરમાં પ્રવેશી દરવાજાનો લોકો તોડી લાખો ના દાગીના ચોરીને ફરાર થઈ ગયા હતા.
સુરત શહેરમાં ચોરીની ઘટનાઓ સતત બનતી રહે છે.. જેને જોતા સુરત ક્રાઈમ સીટી તરફ આગળ વધતું હોય તેવું લાગી રહ્યું છે.. હવે ચોરો ચોરી કરવામાં મંદિરને પણ છોડી નથી રહ્યા. તેવી જ એક ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ઇન્દિરા નગર સોસાયટીમાં બની હતી. સોસાયટીમાં આવેલા ચામુંડા માતાના પૌરાણિક મંદિરમાં રાત્રિના સમયે ચોરી ઈસમો મંદિરમાં પ્રવેશ્યા હતા અને મંદિરના ગર્ભગૃહનો દરવાજાનો લોક તોડી મંદિરની અંદર રહેલા માતાજીના સોના ચાંદીના વાસણો તેમજ આભૂષણોની ચોરી કરી નાસી છૂટ્યા હતા.
માતાજીના મુકુટ, ચાંદી ની થાળી, ચરણ પાદુકા ,સોનાની વાળી સહિત અંદાજિત 3 લાખથી વધુની કિંમતના સોના ચાંદીની ચીજ વસ્તુઓ લઈ ફરાર થઈ ગયા હતા. વહેલી સવારે મહંત મુંબઈ થી પરત આવ્યા હતા ત્યારે તેમને આ ઘટનાની જાણ થઈ હતી. ઘટના મામલે કાપોદ્રા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાને પગલે કાપોદ્રા પોલીસ દ્વારા તાત્કાલિક મંદિરે પહોંચી તપાસ શરૂ કરી હતી.
મહત્વનું છે કે મંદિરમાં રાખવામાં આવેલા સીસીટીવી કેમેરા પણ છેલ્લા છ મહિનાથી બંધ હાલતમાં છે જેથી કોણે ચોરીને અંજામ આપ્યો હતો તે કહેવું મુશ્કેલ બન્યું છે. મંદિરની આગળ ના ભાગે દીવાલ હતી. જે પાલિકા એ ડીમોલેશન કરતા મંદિર નું પટાંગણ ખુલ્લું થઈ ગયું હતું. જેનાથી ચોર ઈસમો ને ચોરી કરવા મોકળો માર્ગ મળી ગયો હોવાના આક્ષેપ મંદિર ના મંહંતે કાર્ય હતા. ઘટના અંગે કાપોદ્રા પોલીસ તપાસ કરી રહી છે. કાપોદ્રા પોલીસે અજાણ્યા ચોરી ઈસમો સામે ગુનો નોંધી ચોર પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp