ગુજરાતમાં વેલેન્ટાઈન ડે પર નહીં, ગરબામાં કહે છે I Love You, અભિનેત્રીનો લવારો

PC: navbharattimes.indiatimes.com

ગુજરાતમાં નવરાત્રિ પર્વ દરમિયાન ગરબાની ધૂમ વચ્ચે અભિનેત્રી ઉર્વશી સોલંકીનું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. નડિયાદમાં એક ગરબા કાર્યક્રમમાં અતિથિ તરીકે પધારેલ અભિનેત્રી ઉર્વશી સોલંકીએ નવરાત્રીના ગરબા કાર્યક્રમને પ્રેમ મિલન સાથે જોડ્યો હતો. તેણે સ્ટેજ પર ખુલ્લેઆમ પૂછ્યું કે, તમારામાંથી કેટલાએ I Love You કહ્યું છે. ઉર્વશી અહીં જ ન અટકી. તેમણે કહ્યું કે, ગુજરાતના ગરબા વિશ્વમાં પ્રખ્યાત છે. ગુજરાતમાં લોકો I Love You કહેવા માટે વેલેન્ટાઈન નહીં પણ નવરાત્રીની રાહ જુએ છે. હવે ગુજરાતની એક્ટર, મોડલ અને એન્કર ઉર્વશી સોલંકીનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. માતા આદ્યશક્તિ અંબેની આરાધના પર્વ નવરાત્રી નિમિત્તે ગુજરાતમાં મોટા ગરબા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

નડિયાદના ગરબા ઈવેન્ટમાં ઉર્વશી સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ગરબા વિશ્વભરમાં પ્રખ્યાત છે. ગુજરાતમાં જો તમે કોઈ છોકરીને I Love You કહેવા માંગતા હોવ તો લોકો વેલેન્ટાઈન ડેની નહિ પણ નવરાત્રીની રાહ જુએ છે. જો તમે નવ દિવસ ગરબા કર્યા પછી પણ સિંગલ છો તો સમજી લો કે તમે ખાલી ગરબા જ કર્યા છે. તમારામાંથી કેટલાએ કહ્યું છે I Love You? અને જેનું સેટીંગ આ 9 દિવસમાં નથી થયું. તેઓ આગામી નવરાત્રિની રાહ જોશે. ઉર્વશીએ નડિયાદમાં ગરબા ઈવેન્ટ સાથે સંબંધિત એક ડાન્સનો વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે ઈન્સ્ટાગ્રામ પર આ નિવેદન આપ્યું છે.

ઉર્વશી સોલંકી ગુજરાતના પાલનપુરની છે. તેણે મોડલિંગ દ્વારા ગ્લેમર વર્લ્ડમાં પ્રવેશ કર્યો હતો. ઉર્વશી અત્યાર સુધી ગુજરાતની ઘણી જાહેરાતોમાં અને કન્નડ અને હિન્દી ભાષાની ફિલ્મોમાં જોવા મળી છે. ઉર્વશી એક બોલ્ડ મોડલ અને અભિનેત્રી તરીકે જાણીતી છે. ઉર્વશી મુંબઈમાં રહે છે. તેમણે પાલનપુરથી આર્ટ્સમાં અભ્યાસ કર્યો હતો. ઉર્વશીએ શાન અને મિકા સિંહ સાથે કેટલીક શૂટિંગ કરી છે. વડોદરાની મોડલ અને સોશિયલ મીડિયા સ્ટાર સોફિયા અંસારી પછી હવે ઉર્વશી સોલંકીના નિવેદનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ગરબા અને નવરાત્રીને પ્રેમ મિલન સાથે જોડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp