જાણીતા લેખક કિશોર મકવાણાની રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરપર્સન તરીકે નિમણૂક

PC: Khabarchhe.com

પ્રખર આંબેડકરવિદ્ તરીકે દેશભરમાં જાણીતા , તેજતર્રાર વક્તા, વિખ્યાત લેખક, ચિંતક, સમસ્ત અનુસૂચિત સમાજના વૈચારિક જાગરણ માટે સતત પ્રયત્નશીલ તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સહ પ્રવકતા એવા કિશોર મકવાણાની ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરપર્સન તરીકે નિમણૂક કરવામાં આવી છે.

રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSC) એક બંધારણીય સંસ્થા છે. આ કમિશનની રચના ભારતીય બંધારણની કલમ 338 હેઠળ કરવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય અનુસૂચિત જાતિના હિતોનું રક્ષણ કરવાનો અને તેમને ભેદભાવ અને શોષણથી બચાવવાનો છે. આ ઉપરાંત, NCSCનો ઉદ્દેશ્ય અનુસૂચિત જાતિના સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને સાંસ્કૃતિક હિતોને પ્રોત્સાહન આપવા અને તેનું રક્ષણ કરવાનો પણ છે.NCSC એ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે.

નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ કાસ્ટ (NCSC)માં એક અધ્યક્ષ, એક ઉપાધ્યક્ષ અને ત્રણ વધારાના સભ્યો હોય છે. રાષ્ટ્રપતિ તેમની સહી અને સીલ કરીને તેમની નિમણૂક કરે છે. રાષ્ટ્રપતિ તેમની સેવાની શરતો અને કાર્યકાળ પણ નક્કી કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp