આઇસ્ક્રીમમાં આંગળી બાદ વેફરમાં મળ્યો દેડકો, તપાસના આદેશ

PC: gujarattak.in

બટેટાની વેફર્સના એક પેકેટમાં તથાકથિત મરેલો દેડકો મળ્યા બાદ બુધવારે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશને તપાસના આદેશ આપી દીધા છે. મુંબઈના રહેવાસી દ્વારા ઓનલાઇન ઓર્ડર કરેલી આઇસ્ક્રીમમાં માનવ આંગળીનો ટુકડો મળ્યા દાવાના થોડા દિવસ બાદ આ ફરિયાદ આવી છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું કે, તપાસ હેઠળ બટેટની વેફરના ઉત્પાદન બેચના નમૂના એકત્ર કરવામાં આવશે.

ખાદ્ય સુરક્ષા અધિકરી ડી.બી. પરમારે સંવાદદાતાઓને જણાવ્યું કે, જાસ્મિન પટેલ નામની એક યુવતીએ અમને જાણકરી આપી કે બાલાજી વેફર્સ દ્વારા નિર્મિત ક્રંચેક્સના એક પેકેટમાં એક મરેલો દેડકો મળ્યો છે. તેમણે કહ્યું કે, અમે કાલે રાત્રે એ દુકાન પર ગયા, જ્યાંથી તેને ખરીદવામાં આવી હતી. પ્રાથમિક તપાસથી ખબર પડે છે કે એ વાસ્તવમાં એક મરેલો દેડકો હતો, જે સડેલી અવસ્થામાં હતો. મ્યુનિસિપલ કમિશનરના નિર્દેશ મુજબ, અમે તપાસ માટે બટેટાની ચિપ્સના પેકેટોના આ બેચના નમૂના એકત્ર કરીશું.

પુષ્કર ધામ સોસાયટીના રહેવાસી જાસ્મિન પટેલે દાવો કર્યો કે, તેની 4 વર્ષીય ભત્રીજીએ મંગળવારે સાંજે નજીકની એક દુકાન પરથી પેકેટ ખરીદ્યું હતું. તેની ભત્રીજીએ મરેલા દેડકાને જોવા અગાઉ તેણે અને તેની 9 મહિનાની છોકરીએ થોડી બટેટની વેફર ખાધી હતી. અધિકારીએ કહ્યું કે, જાસ્મિન અમને જણાવ્યું કે મારી ભત્રીજીએ પેકેટને ફેકી દીધું. જ્યારે તેણે મને કહ્યું તો મને વિશ્વાસ ન થયો, પરંતુ હું મરેલા દેડકાને જોઈને આશ્ચર્યચકિત હતી.

જ્યારે બાલાજી વેફર્સના વિતરક અને ગ્રાહક સેવાએ સંતોષકારક જવાબ ન આપ્યો તો મેં સવારે ખાદ્ય સુરક્ષા અધિકારીને જાણકારી આપી. બાલાજી વેફરમાં મૃત દેડકો મળી આવ્યાની ઘટના બાદ કંપનીના મેનેજર જય સચદેવે ખુલાસો કરતા જણાવ્યું હતું કે તેમનો પ્લાન્ટ સંપૂર્ણપણે રોબોટિક મશીનોથી સજ્જ છે અને આ પ્રકારની ભૂલ થવી અશક્ય છે. તેમણે એમ પણ કહ્યું કે દેડકો પ્લાન્ટમાં ક્યાંયથી પણ આવી શકે તેમ નથી લાગતું. જો કે, તેમણે સ્વીકાર્યું કે વેફરના પેકેટમાં દેડકો કેવી રીતે આવ્યો એ બાબતે કંપની દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp