રાજકોટમાં રખડતા ઢોરની અડફટે વુદ્ધાએ જીવ ગુમાવ્યો, દ્વારકામાં 2 આખલા વચ્ચે યુદ્ધ

PC: news18.com

ગુજરાતમાં રખડતા ઢોરનો મુદ્દો હમેંશા ચર્ચાનો વિષય બને છે. અનેક વખત રસ્તે રખડતા પશુઓને કારણે લોકો જીવલેણ અકસ્માતનો ભોગ બને છે અથવા મોતને ભેટે છે. ગુજરાત સરકાર વિધાનસભા 2022 પહેલાં રસ્તે રખડતા ઢોરને લઇને બિલ લઇને આવી હતી, પરંતું માલધારીઓના ભારે વિરોધને કારણે એ બિલ પાછું ખેંચી લેવું પડ્યું હતું. હવે રાજકોટથી એવા સમાચાર સામે આવ્યા છે કે રખડતા ઢોરની અડફેટે આવી જવાને કારણે એર વૃદ્ધાએ જીવ ગુમાવ્યો છે. તો બીજી તરફ દ્રારકામાં બે આખલાઓના ભિષણ યુદ્ધની ઘટના પણ સામે આવી છે. રખડતા ઢોરનો ત્રાસ ઓછો થવો જોઇએ એવું બધા લોકો માને છે, પરંતુ સરકાર નિવારણ લાવતી નથી.

જાણવા મળેલી વિગત મુજબ રાજકોટના કોઢારિયા રોડ પર હાઉસીંગ બોર્ડ પાસે રખડતા ઢોરે એક વૃદ્ધાને અડફટે લેતા તેમનું મોત થયું છે. મોતને ભેટનારા 91 વર્ષના ગોદાવરીબેન ટિલાવત ઘરેથી મંદિરે જઇ રહ્યા હતા ત્યારે ઢોરની અડફટે તેમનું મોત થયું હતું.

બીજી એક ઘટનાની વાત કરીએ તો દેવભૂમિ દ્રારકામાં બે આખલાઓનું ભીડભાડ વાળી જગ્યા પર ભિષણ યુદ્ધ થયું હતું. આખલાઓ એવા બાથડ્યા હતા કે વાહનોને પણ અડફેટે લીધા હતા. લોકોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા. સદનસીબે દ્રારકામાં કોઇ જાનહાનિના સમાચાર નથી. રસ્તે રખડતા ઢોરો ચાલું વાહનોને ટકકર મારવાના પણ અનેક બનાવો બનતા રહે છે.

રખડતા ઢોરના વધતા ત્રાસ અને હુમલાઓને લઈને ગુજરાત હાઇકોર્ટ દ્ધારા ઝાટકણી કાઢ્યા બાદ રાજ્ય સરકાર સફાળી જાગી હતી. હાઈકોર્ટે 11 જુલા 2023ના દિવસે અમદાવાદના બિસ્માર રોડ અને રખડતા ઢોર મુદ્દે સરકાર અને અમદાવાદ મહાપાલિકાની ઝાટકણી કાઢી હતી. તે વખતે રાજ્ય સરકારે રખડતા ઢોરને લઈ મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા વિસ્તાર માટે સરકારે માર્ગદર્શિકા જાહેર કરી હતી, પરંતુ સમસ્યાનું કોઇ નિવારણ આવતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp