નવી પાંજરાપોળ શરૂ કરવા ઈચ્છતી સંસ્થાઓને સહાય મળશે

PC: khabarchhe.com

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, પબ્લીક ચેરિટી એકટ હેઠળ નોંધાયેલ જીવદયાપ્રેમી સંસ્થાઓ નવી પાંજરાપોળ શરૂ કરવાં ઈચ્છતા હોય તો રાજ્ય સરકારની ઉપયોગી સહાય મેળવી શકાય છે. મોબાઇલ વાનની ખરીદી, દવાસાધનોની ખરીદી, પશુ ચિકિત્સા અધિકારીની નિમણુંક માટે પણ સહાય મળે છે. આ માટે શહેરી વિસ્તારની આજુબાજુના 15 કિ.મી.ના વિસ્તારમાં પાંજરાપોળ શરૂ કરવી જરૂરી છે. સંસ્થા પાસે ઓછામાં ઓછું 100 પશુધન હોવું જોઇએ.

કુલ ખર્ચના 50% લેખે પ્રથમ વર્ષમાં રૂ. 3.00 લાખ, બીજા વર્ષે રૂ. 2.00 લાખ અને ત્રીજા વર્ષે રૂ.1.00 લાખ સહાય આપવામાં આવે છે. આ માટે રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ સંચાલિત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, બ્લોક નં. 7, બીજો માળ, ડો.જીવરાજ મહેતા ભવન, સેક્ટર-10, ગાંધીનગર ફોન:(079)23256327, 23256329 ખાતે સંપર્ક અને અરજી કરીને સહાય પ્રાપ્ત કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp