આપણે બહોળા પણ અને ભોળા પણ, જરૂર પડે તો મુંછના આંકડાનો ઉપયોગ કરજો: નરેશ પટેલ

PC: vtvgujarati.com

ગુજરાતમાં પટેલ સમાજની લગભગ સવા કરોડની વસ્તી છે,આપણે અને આપનો સમાજ બહોળો પણ છે અને ભોળો છે પણ ભોળાનો સમય નથી, અત્યારે મુંછના આંકડા રાખવાની ફેશન છે, રાખવાના અને જરૂર પડે ઉપયોગ પણ કરવાનો. આ વાત ખોડલધામના ટ્રસ્ટી અને અગ્રણી પાટીદાર નેતા નરેશ પટેલે રાજકોટમાં ખોડલધામ આયોજિત એક કાર્યક્રમમાં હુંકાર કરતા કહી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે પોતે રાજકારણમાં આવશે કે નહીં આવશે તે વિશે નરેશ પટેલની ખુબ ચર્ચા ચાલી હતી. ગુજરાતની ચૂંટણીઓમાં પાટીદાર સમાજનું ખાસ્સું વર્ચસ્વ રહેતું હોય છે.

લેઉઆ પટેલ સમાજના આસ્થાના પ્રતિક ગણાતા અને રાજકોટમાં આવેલા ખોડલધામ મંદિરમાં ખોડલધામ વિદ્યાર્થી સમિતી (KDVS)2023ની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું અધ્યક્ષ સ્થાન નરેશ પટેલને સોંપવામાં આવ્યું હતું. આ બેઠકમાં KDVS દ્વારા એક એડવાન્સ લેવલ એપ્લીકેશન લોંચ કરવામાં આવી હતી. આ એપ્લીકેશનથી ગુજરાતના કોઇ પણ ખુણેથી KDVS સાથે જોડાયેલા દરેક સભ્યો ખોડલધામ ટ્રસ્ટ વિશેની તમામ માહિતી મેળવી શકશે અને મહત્ત્વના સંપર્કો સાધી શકશે.

ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્રારા ઘણા સમયથી શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. સમાજના વિદ્યાર્થીઓને 3P થીયરી હેટળ પોલીસ અને સરકારી નોકરી, પ્રેસ અને પોલિટિક્સ અને લીડરશીપ ડેવલપમેન્ટ માટે માર્ગદર્શન અને સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. જાણવા મળેલી માહિતી મુજબ આ યોજના હેઠળ પાટીદાર સમાજના 475 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરીને સરકારી નોકરી મેળવી છે.

રાજકોટ ખાતે આયોજિત ખોડલધામના કાર્યક્રમમાં નરેશ પટેલે કહ્યુ હતુ કે, ગુજરાતમાં પટેલ સમાજની સવા કરોડની વસ્તી છે, જ્યારે જરૂર પડે ત્યારે આપણે ભેગા થ જવાનું, પણ ખોટી રીતે નહીં. પટેલે કહ્યું કે આપણો સમાજ બહોળો પણ છે અને ભોળો પણ છે.પણ આજનો જમાનો ભોળા રહેવાનો નથી.તેમણે કહ્યુ કે આજકાલ એવું જોવા મળે છે કે કેટલાંક યુવાનો મુછો સાવ કાઢી નાંખે છે તો કેટલાંક યુવાનો મુછોને વળ આપે છે. પટેલે કહ્યું કે મુછોના વળ રાખવા જોઇએ અને જરૂર પડે તો તેનો ઉપયોગ પણ કરવો જોઇએ.

ખોડલધામ ટ્રસ્ટ આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના દરેક જિલ્લા,તાલુકા અને ગામે-ગામથી KDVSનાં કન્વીનરો, સહકન્વીનરો તથા સોશિયલ મીડિયા સહિતનાં 1200 જેટલા યુવાનોની ટીમે હાજરી આપી હતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp