સ્કેમઃ સ્ટાર્ટઅપે ગુજરાતના 100થી વધુ વિદ્યાર્થીઓના નામે 2.5 કરોડની લોન લીધી

PC: indiatoday.com

રાજ્યના 100થી વધારે એન્જીનિયરિંગ વિદ્યાર્થીઓની સાથે છેતરપિંડીનો એક મોટો મામલો સામે આવ્યો છે. જેમાં ગુરુગ્રામની એક સ્ટાર્ટઅપે કેમ્પસ પ્લેસમેન્ટ દ્વારા પહેલા પ્રોબેશન તરીકે નોકરી આપી પછી આ વિદ્યાર્થીઓના નામે બેંક પાસેથી લોન લઇ લીધી. આ લોન એજ્યુકેશનના નામે લેવામાં આવી. સ્ટાર્ટઅપમાં વર્ક ફ્રોમ હોમ દ્વારા કામ કરી રહેલા વિદ્યાર્થીઓને આ વાતની જાણકારી ત્યારે થઇ જ્યારે તેમની પાસે EMI ભરવાનો મેસેજ આવ્યો. ત્યાર પછી વિદ્યાર્થીઓએ પ્લેસમેન્ટ કરાવનારા પ્રતિનિધિઓ સાથે વાત કરી તો તેમણે થોડા દિવસોમાં લોનની રકમ એડજસ્ટ થઇ જવાનો હવાલો આપ્યો.

સ્ટાર્ટઅપે ડિજિટલ સાઇન લીધી હતી

ગુરુગ્રામ સ્ટાર્ટઅપમાં કામ કરી રહેલા વિદ્યાર્થીઓના ખાતામાંથી 5000 રૂપિયાનો હપતો તેમના પગારમાંથી કપાવા લાગ્યો. આ છેતરપિંડીમાં ફસાયેલા આ વિદ્યાર્થીઓ અમદાવાદના સોલા વિસ્તારની એક એન્જીનિયરિંગ કોલેજના છે. આ દરેકની પ્લેસમેન્ટ ગ્રુપ વાઇઝ કરવામાં આવી હતી. સ્ટાર્ટ અપ દ્વારા બધા દસ્તાવેજો અને કરાર કર્યા પછી દરેક વિદ્યાર્થીઓની સાઇન ડિજિટલ લેવામાં આવી હતી.

સ્કેમનો શિકાર થયેલ ઓટોમોબાઈલ ઈજનેર અલવાજ પઠાન જ્યારે આ મામલાને લઇ શાહપુર પોલીસ સ્ટેશને ફરિયાદ માટે ગયો તો પોલીસે કહ્યું કે, કેસ બનતો નથી. આ એક સિવિલ કેસ છે.

પોલીસને જે ફરિયાદ કરવામાં આવી છે તેના અનુસાર, સોલા સ્થિત એન્જીનિયરિંગ કોલેજમાં 2021માં પ્લેસમેન્ટ કરવામાં આવી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું હતું કે એક વર્ષ પછી તેમની નોકરી નિયમિત થઇ જશે. પણ વિદ્યાર્થીઓનું પ્રોબેશન જેવું ખતમ થયું, તેવું જ તેમને EMI ભરવાનો મેસેજ આવવા લાગ્યો. ત્યાર બાદ આ રકમ તેમના બેંક ખાતામાંથી કપાવા લાગી.

અલવાજ પઠાનના વકીલ ઈરશાદ મંસૂરી અનુસાર, સૌથી પહેલા સોલામાં પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો. જ્યાં કોલેજ સ્થિત છે. પણ તેમણે ફરિયાદ સ્વીકાર કરવાની ના પાડી દીધી. ત્યાર બાદ અમે સાઈબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો. તેમાં પણ FIR દાખલ કરવામાં આવી નહીં. મંસૂરીએ કહ્યું કે, એન્જીનિયરિંગ કોલેજના 100થી વધારે વિદ્યાર્થીઓના નામેથી 2 લાખ રૂપિયાની લોન લેવાને કારણે આ રકમ 2.5 કરોડની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp