કોરોનાનું સંક્રમણ વધતા ગુજરાતની આ APMC માર્કેટ 5 દિવસ માટે બંધ
રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોનાને કાબુમાં લેવા આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ધંધા અને ઉદ્યોગો ખોલવા માટે છૂટછાટ આપવામાં આવી છે પરંતુ લોકોને ઘરની બહાર નીકળતા સમયે માસ્ક પહેરીને નીકાવાનું સુચન કરવામાં આવે છે ત્યારે વડોદરાની પાદરા APMCમાં કોરોનાનું સંક્રમણ વધતા AMPC માર્કેટને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રિપોર્ટ અનુસાર કોરોનાનું સંક્રમણ વધવાના કારણે વડોદરાના સૌથી મોટા શાકમાર્કેટને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરાની પાદરા APMC માર્કેટમાં વેપારીઓમાં કોરોનાનું સંક્રમણ વધતા વેપારીઓએ બેઠક કરીને નિર્ણય કર્યો છે કે, આગામી પાંચ દિવસ સુધી APMC માર્કેટને બંધ રાખવામાં આવશે. પાદરામાં કોરોનાના પોઝિટિવની સંખ્યા 31 છે અને તેમાં સૌથી વધારે શાકભાજીના વેપારીઓનો સમાવેશ થાય છે. વેપારીઓના કારણે સંક્રમણ વધારે ન ફેલાય તે માટે APMC માર્કેટને પાંચ દિવસ બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ બાબતે પાદરા APMCના ઉપપ્રમુખ સચિન ગાંધીએ જણાવ્યું હતુ કે, પાદરા APMCમાં 109 જેટલા વેપારીઓ અને કમીશન એજન્ટનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. 109 વેપારીઓ અને કમીશન એજન્ટમાંથી 15 લોકોને હોમ ક્વોરેન્ટાઇન થવાનું કહેવામાં આવતા તેઓ હોમ ક્વોરેન્ટાઇન થયા છે. એટલા માટે બોર્ડ દ્વારા પાંચ દિવસ પાદરા APMC માર્કેટ બંધ રાખવા બાબતે નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે અ બાબતની ખેડૂત, વેપારી અને એજન્ટોએ ખાસ નોંધ લેવી. આ ઉપરાંત માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરો તેવી ખાસ મારી અપીલ છે.
આ ઉપરાંત જામનગરના લાલપુરમાં કોરોનાના કેસમાં વધારો થતા લાલપુર ગ્રામપંચાયત દ્વારા ફરી એક વખત ગામમાં લોકડાઉન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લાલપુરમાં મેડીકલ અને દૂધની દુકાનો સિવાય બીજી દુકાનો સવાર 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી જ ખુલી રાખી શકાશે. ગામમાં બહાર નીકળતા સમયે માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું છે. આ નિર્ણય લેતા પહેલા પંચાયત દ્વારા અલગ-અલગ વેપારી એસોસીએશન સાથે બેઠક કરવામાં આવી હતી અને ત્યારબાદ ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરીને લાલપુર ગામમાં ફરીથી લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. લાલપુર ગામમાં એક જ પરિવારના બે સભ્યોનો કોરોના થતા કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp