1 કિલો સોનુ, 7 કિલો ચાંદીથી બનેલી રામ મંદિરની પાદૂકા અમદાવાદ પહોંચી, 19 તારીખે..

PC: Khabarchhe.com

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારીઓ શરૂ છે. 22 જાન્યુઆરીએ ભગવાન શ્રીરામના નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, આને લઈને તૈયારીઓ પૂરજોશમાં છે, ત્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભગવાન શ્રીરામના ચરણ પાદૂકા પણ ત્યાં સ્થાપિત થશે. હાલમાં આ ચરણ પાદૂકા આખા દેશમાં ફરી રહી છે. પાદૂકા પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા 19 જાન્યુઆરીના રોજ અયોધ્યા પહોંચશે.

આ પાદૂકાઓને હૈદરાબાદના શ્રીચલ્લા શ્રીનિવાસ શાસ્ત્રીએ બનાવી છે. 17 ડિસેમ્બરે આ પાદૂકા રામેશ્વર ધામથી અમદાવાદ લાવવામાં આવી હતી, જેને એસ.જી.હાઇવે સ્થિત તિરુપતિ બાલાજી મંદિરમાં દર્શન માટે રાખવામાં આવી હતી. અહિયાથી પાદૂકાઓને સોમનાથ મંદિર, દ્વારકાધીશ મંદિર અને બદ્રીનાથ જેવા ધામો પર લઈ જવામાં આવશે.

તમને જણાવી દઈએ કે આ ચરણ પાદૂકાઓ એક કિલો સોના અને સાત કિલો ચાંદીથી બનાવવામાં આવી છે. આમાં કિંમતી રત્નોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. અમદાવાદ પહોંચેલી પાદૂકાઓને બાલાજી મંદિરના ટ્રસ્ટી કે. સુબ્બારાયુડુએ પોતાના માથા પર રાખીને મંદિરની અંદર લઈ ગયા હતા અને શ્રી બાલાજી મંદિરના પૂજારીઓએ તેની પૂજા કરી હતી.

શ્રીચલ્લા શ્રીનિવાસ શાસ્ત્રીએ આ શ્રીરામ પાદૂકાઓ સાથે અયોધ્યાની 41 દિવસ સુધી પરિક્રમા કરી હતી. ત્યાર બાદ છેલ્લા બે વર્ષોથી આ પાદૂકાઓને રામેશ્વરમથી બદ્રીનાથ સુધી તમામ પ્રસિદ્ધ મંદિરોમાં લઈ જવામાં આવી હતી અને પૂજા કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp