ગાંધીનગરના પેરા એથ્લેટ્સે નાઇજિરિયામાં 11 મેડલ્સ જીત્યા

PC: twitter.com

નાઇજેરીના લાગોસ ખાતે યોજાયેલી આઇટીટીએફ વેલ્યુ જેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં નેશનલ સેન્ટર ઓફ એક્સલન્સ (એસએઆઈ એનસીઓઇ) ગાંધીનગરના પેરા ટેબલ ટેનિસના 05 (પાંચ) એથ્લેટ્સે ભાગ લીધો હતોએ, જે રેન્કિંગ ટુર્નામેન્ટ હતી. તેણે વિશ્વ રેન્કિંગમાં સુધારો કરવાની તક પૂરી પાડી. આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવો તે એસ.એ.આઈ. દ્વારા એન.સી.ઓ.ઈ. યોજના હેઠળ ફોરેન એક્સપોઝર કાર્યક્રમનો એક ભાગ હતો.

5 એથ્લેટ્સમાં પ્રાચી પાંડેએ એક વ્યક્તિગત સિલ્વર અને મિક્સ્ડ તેમજ વિમેન્સ ડબલ્સમાં 2 બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે. યોગેશ ડાગર અને અનુજ ગુપ્તાએ વ્યક્તિગત અને મિકસ્ડ ડબલમાં કાંસ્ય પદક જીત્યો છે. ભાવિકા કુકડિયાએ વિમેન્સ ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સમાં બ્રોન્ઝ જીત્યા છે. સવિતા એ.એ વિમેન્સ ડબલ્સ અને મિકસ્ડ ડબલ્સમાં સિલ્વર જીતી ચૂકી છે. કુલ 11 મેડલ (3 રજત, 8 કાંસ્ય) ટીમે જીત્યા છે. આ ટુકડીનું નેતૃત્વ કોચ શ્રી એસ એન પારેખે કર્યું હતું.. 

ઉપરોક્ત ટુર્નામેન્ટના વર્ગીકરણ માટે પ્રારંભિક બે દિવસ અનામત રાખવામાં આવ્યા હતા સ્પોર્ટ્સ ક્લાસમાં પેરા એથ્લેટ્સનું પેરા સ્પોર્ટ્સમાં વર્ગીકરણ એ એથ્લેટ્સને કોઈપણ માન્યતા પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે સક્ષમ બનાવવા માટે આવશ્યક ભાગ છે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેવાથી એનસીઓઇના એથ્લેટ્સના વર્ગીકરણમાં મદદ મળી.

સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એસએઆઈ)નું નેશનલ સેન્ટર ઓફ એકસેલન્સ (એનસીઓઈ), ગાંધીનગર પેરા એથ્લેટિક્સ, પેરા ફેન્સિંગ, પેરા બેડમિન્ટન, પેરા ટેબલ ટેનિસ, પેરા પાવરલિફ્ટિંગ અને પેરા સ્વિમિંગ સહિતની વિવિધ શાખાઓમાં પેરા એથ્લેટ્સની તાલીમ અને વિકાસ માટેનું નોડલ સેન્ટર છે. એનસીઓઈ યોજના હેઠળ પેરા એથ્લેટ્સને નિષ્ણાત કોચ અને રમતગમત વૈજ્ઞાનિકો હેઠળ રહેવાની અને બોર્ડિંગની સુવિધા સાથે તાલીમ આપવામાં આવે છે. તેઓ દર વર્ષે રૂ. 50,000/- સુધીની સ્થાનિક સ્પર્ધાના એક્સપોઝર માટે હકદાર છે, જેમને તબીબી વીમો, શૈક્ષણિક અનુદાન અને પસંદ કરાયેલા એથ્લેટ્સને ફોરેમ એક્સપોઝર પણ આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp