ભાજપવાળાની માના સમ એક પણ બેઠક પર ખાતું નહીં ખૂલે: પરેશ ધાનાણી

PC: facebook.com

રાજ્યમાં 8 વિધાનસભાની પેટાચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થઇ ગયો છે. એક તરફ કોંગ્રેસ તમામ બેઠકો જીતવાની વાત કરી રહી છે. તો બીજી તરફ ભાજપ પણ તમામ બેઠકો જીતવાનો દાવો કરી રહ્યુ છે. ત્યારે ચલાલામાં ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન દરમિયાન પરેશ ધાનાણીએ કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધતા સમયે ભાજપવાળાની માતાના સમ ખાઈને કહ્યું હતું કે, આઠમાંથી એક પણ વિધાનસભામાં ભાજપ ખાતુ ખોલાવી શકશે નહીં. આ ઉપરાંત કાર્યકર્તાઓને સંબોધતા સમયે ભાજપ પર પરેશ ધાનાણીએ આકરા પ્રહારો કર્યા હતા.

પરેશ ધાનાણીએ કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે, એક કાર્યકર્તા તરીકે છેલ્લા ત્રણ મહિનામાં આખુ ગુજરાત ફર્યો છું, જો મારી નાડ પારખવામાં ભૂલ નહીં થતી હોય તો આ ભાજપવાળાની માના સમ આઠમાંથી એક પણ વિધાનસભામાં એનું એક પણ ખાતું નહીં ખુલે. કારણ કે, મારું ગુજરાત છે એ ગદ્દારોને માફ નહીં કરે એનો મને સંપૂર્ણ વિશ્વાસ છે.

પરેશ ધાનાણી વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ અઢારે વરણની છે. કોંગ્રેસ તમામ વર્ગોની છે અને કોંગ્રેસે જ આ દેશને આઝાદી અપાવવાનું કામ કર્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલે આ દેશના અસંખ્ય રજવાડાઓને લાગણીના તાતણે જોડવાનું કામ કર્યું છે. આજે 25-25 વર્ષથી મારાને તમારા સપના રોળાઈ ગયા છે. ત્યારે નવી પેઢીના સપનાઓને પુરા કરવા 3 તારીખે બધા લોકો ઉભા થજો અને મેં રજૂઆત કરી છે તેના પર મનોમંથન કરજો અને પૂછાય એટલા સવાલ અહીંયા આવે તો જયચંદ ગદ્દારોને પૂછજો અને જો તેનો જવાબ ન મળે તો આખું ચલાલા સાગમટે હાથના નિશાન પર મત આપજો.

ભાજપ પર આક્ષેપ કરતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, સત્તાના મદમાં શાસકો હવે ભાન ભૂલ્યા છે. આજે ગરીબનું કોઈ સાંભળતું નથી. શ્રમિકનું કોઈ સાંભળતું નથી. છોકરાઓને ભણવું છે પણ શાળાઓ બંધ થાય છે, શિક્ષકોનો અભાવ છે, કોરોનાની મહામારી માટે માંદા પડીએ ત્યારે દવાખાના નથી અને દવાખાના હોય ત્યાં ડૉક્ટર કે, પેરામેડિકલ સ્ટાફનો અભાવ છે. હોસ્પિટલમાં દવાનો પણ અભાવ છે. જો પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈએ તો પરસેવાની કમાણી વાળા ખિસ્સા કપાય છે. આ પ્રશ્ન લોકોના મનમાં છે. આજે ગરીબો અને ખેડૂતો પર અહંકારના મદમાં શાસકો શાસન કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp