પરષોત્તમ રૂપાલાએ સમાજનું અપમાન કર્યું છે, એમને બદલો: શંકરસિંહ વાઘેલા

પરષોત્તમ રૂપાલાએ રાજકોટમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલા નિવેદનના વિવાદમાં હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની પણ એન્ટ્રી થઇ છે. શંકરસિંહ બાપુએ કહ્યુ કે, કોઇ પણ સમાજનું અપમાન કરવું યોગ્ય નથી.

શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, ક્ષત્રિય સમાજની માંગ ભાજપ તાત્કાલિક સ્વીકારે, નહીં તો આ સ્થિતિ વધારે વકરી શકે છે.જો રાજકોટ બેઠક પરથી ઉમેદવાર બદલવામાં નહીં આવશે તો એ ભાજપનું સમર્થન માની લેવામાં આવશે. તેમણે કહ્યું કે, ભાજપે બે ઉમેદવાર તો બદલ્યા છે તો રૂપાલાને કેમ નહીં?

વાઘેલાએ કહ્યું કે, કોઇ પણ બહેન દીકરીનું અપમાન કરી શકે નહીં. જો ક્ષત્રિય સમાજ સામે કાર્યવાહી કરવામાં આવશે તો હું તેમના સમર્થનમાં ઉભો રહીશ. દ્રોપદીના એક વાક્ય પર આખું મહાભારત રચાયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp