હવામાન વિભાગની આગાહી: આગામી 48 કલાક સુધી ગુજરાતના આ જિલ્લામાં વરસાદ પડી શકે છે

PC: livescience.com

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આવનારા 48 કલાકમાં ગુજરાતમાં વાતાવરણ વાદળછાયુ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટબન્સ સિસ્ટમ સક્રિય થવાના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વાતાવરણમાં બદલાવના કારણે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતના જુનાગઢ, પોરબંદર, દ્વારકા, બનાસકાંઠામાં વરસાદ વરસે તેવી શક્યાતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની શક્યતાઓને ધ્યાને લઇને તંત્ર દ્વારા માછીમારોને દરિયો ખેડવાની મનાઈ કરવામાં આવી છે. બીજીબાજુ વરસાદ પડશે તો કેરીના પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે કચ્છના વાતાવરણમાં વહેલી સવારથી જ પલટો આવ્યો છે. મોડી રાત્રે અરબી સમુદ્રમાં સર્જાયેલી સ્થિતિના કારણે હવાના દબાણમાં વધારો થતા વાતાવરણમાં પલટો આવ્યો હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. વાતાવરણમાં પલટાના કારણે દરિયાઈ વિસ્તાર સહિત સમગ્ર કચ્છમાં પવનની ઝડપ વધી હતી. તો બીજી બાજુ ગુજરાતના કેટલાક શહેરી વિસ્તારમાં ધૂળ અને ભારે પવનની અસર જોવા મળી હતી. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મોડી સાંજ સુધી આ અસર રહેશે અને પવનની ઝડપ યથાવત રહેશે.

અમદાવાદની વાત કરવામાં આવે તો, વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે ગઈકાલથી જ અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું અને આજે સવારથી વાદળછાયા વાતાવરણની સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે જેના કારણે વિઝીબિલિટી પણ ઓછી થઇ ગઈ છે. અમદાવાદમાં વાતાવરણના પલટાના કારણે કેટલાક વિસ્તારોમાં છાંટા પણ પડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp