સરદાર પટેલ જયંતિ પર પાટીદારોનું ભવ્ય આયોજન, 50થી વધારે રાજવી...

PC: jagran.com

31 ઓકટોબરે ભારતની આઝાદીના અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતી છે. આ દિવસે પાટીદારોએ એ એક ભવ્ય આયોજન કર્યું છે. પોતાના વતનમાંથી લાવેલી માટી મા ઉમિયાના ચરણોમાં સમર્પિત કરવામાં આવશે અને રાજવીઓ વંશજોનું સન્માન કરાશે.

વિશ્વ ઉમિયાધામ ભારતની આઝાદીના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતી નિમિત્તે અમદાવાદમાં સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યભરમાંથી દરેક સમાજના 1 લાખથી વધુ રાષ્ટ્ર પ્રેમી જનતા સરદાર સાહેબની જીવનગાથાનું રસપાન કરશે. સરદાર પટેલના જીવનની સિદ્ધાતોને સમજવા માટે તેમના સંકલ્પ સિદ્ધ પ્રસંગોમાંથી આજના યુવાનોને પ્રેરણા મળે તે હેતુથી સરદાર પટેલ ગૌરવગાથાનું આયોજન કરાયું છે.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્રારા અમદાવાદમાં 100 વીઘા જમીનમાં 100 કરોડ રૂપિયાના ખર્ચે ઉમિયાધામનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જ્યાં જગત જનની મા ઉમિયાનું સૌથી ઉંચુ મંદિર બનવાનું છે.

પાટીદારોએ કરેલા આયોજન મુજબ 10,000થી વધુ કાર રેલી સ્વરૂપે અમદાવાદ પહોંચશે અને બધા પોત પોતાના વતનમાંથી લાવેલી માટીને ઉમિયા માતાના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.

આ કાર્યક્રમ અંગે ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું કે, જગત જનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા 504 ફુટ મંદિર નિર્માણનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે સરદાર પટેલની જયંતિના દિવસે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જગત જનની મા ઉમિયા આધ્યાત્મિકતાનું ઉદગમ સ્થાન છે. તો લોહ પુરુષ સરદાર પટેલે રાષ્ટ્ર ચેતનાનું પ્રતિક છે. અખંડ ભારતના નિર્માણમાં જે તે સમયના રાજવીઓએ આપેલા સમર્પણને યાદ કરીને આજની યુવા પેઢીને ધર્મ, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સહયોગી થવાનો સંદેશ પાઠવવામાં આવશે.

તેમણે કહ્યુ કે, હિંદુત્વના પ્રતિક એવા રાજવી પરિવારોનું સન્માન કરવામાં આવશે. દેશના વીર પુરુષ એવા મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારજના રાજવી વંશજો સહિત દેશના 50થી વધારે મોટા રાજવી પરિવારોનું સન્માન કરાશે અને દેશના ઇતિહાસમાં પહેલીવાર આવો કાર્યક્રમ થશે

ઉપરાંત વિશ્વ ઉમિયાધામ દ્વારા ગાંધીનગરમાં 1.4.5 ACADEMY નો પણ 31 ઓક્ટોબરના દિવસે શુભારંભ કરનાર છે, જ્યાં કોઈપણ સમાજના યુવાનો તાલીમ લઈને IAS થવાનું સ્વપ્ન પૂર્ણ કરશે. આ સાથે વિશ્વ ઉમિયાધામ દ્વારા દેશના ખેલાડીઓ વૈશ્વિક રમતોમાં ઉત્તમ પ્રદાન કરી શકે તે હેતુથી આગામી ડીસેમ્બરમાં વૈશ્વિક ખેલ મહોસ્તવનું ભવ્ય આયોજન કરી રહ્યું છે. જેમાં દરેક સમાજના ગુજરાત સહિત દેશ-વિદેશનાં એક લાખ જેટલા ખેલાડીઓ ભાગ લઇ પોતાની રમતનું કૌશલ બતાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp