ભાજપના દ્રારકાના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ કર્યો, ખુરશીઓ ઉછળી
ભાજપનો આજે સ્થાપના દિવસ છે અને ઠેર ઠેર કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે. શનિવારે દ્રારકાના ખંભાળિયામા દ્રારકેશ કમલમનું ઉદઘાટન રાખવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, જામનગરના લોકસભા ઉમેદવાર પૂનમ માડમ, કેબિનેટ મંત્રી મુળુ બેરા, ભાજપ સંગઠનાન મહામંત્રી રત્નાકર, રજની પટેલ, કુંવરજી બાવળિયા, આર સી ફળદુ, હકુભા જાડેજા સહિતના અનેક નેતાઓ હાજર હતા.
સી આર પાટીલે દ્રારકેશ કમલમનું ઉદઘાટન વખતે ક્ષત્રિય સમાજના કેટલાંક લોકોએ રૂપાલાના નિવેદનના વિરોધમાં કાળા વાવટા ફરકાવ્યા હતા અને કેટલાંક લોકોએ ખુરશીઓ ઉછાળી હતી. થોડા સમય માટે ભારે હોબાળો મચી ગયો હતો. જો કે પોલીસે મામલાને તરત થાળે પાડી દીધો હતો. થોડા સમય માટે ભાજપના નેતાઓ પણ ટેન્શનમાં આવી ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp