કેમ છો ટ્રમ્પઃ તંત્ર ધારે તે કરી શકે, 5 વર્ષમાં જે કામ ન થયું તે 2 મહિનામાં થયું

PC: indianexpress.com

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવનારી 24-25 ફેબ્રુઆરીના રોજ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેમની આ મુલાકાત અંગે સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે. તેમની 2 દિવસની મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદમાં પણ આવી રહ્યા છે. તેઓ દિલ્હી અને અમદાવાદની મુલાકાત લેશે.

ટ્રમ્પના ગુજરાત પ્રવાસને ધ્યાનમાં રાખીને અમદાવાદ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ જવાના માર્ગે યુદ્ધના ધોરણે કામકાજ કરવામાં આવી રહ્યું છે. ટ્રમ્પની આ મુલાકાત આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત અને અમેરિકાના સંબંધો અંગે ઘણું કહી દેશે. ટ્રમ્પની અમદાવાદ મુલાકાત અંગે ત્યાના સ્થાનિકો ઘણાં ખુશ છે.

મોટેરા સ્ટેડિયમની આસપાસ રહેતા લોકો ઘણાં ઉત્સાહિત છે. ત્યાં રહેતી એક સ્થાનિક મહિલા કહે છે, હું અહીં 15 વર્ષથી રહું છું, રાતોરાત મોટેરામાં જે કામ થઈ રહ્યું છે, તેનાથી મને ઘણી ખુશી છે. કેમ છો ટ્રમ્પ જે કાર્યક્રમ થવાનો છે, તેની કામગીરી અમારી નજરો સમક્ષ થઈ રહી છે.

તો અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, તંત્ર ધારે તો બધું જ કરી શકે છે, હાલમાં છેલ્લા 2 મહિનાઓથી જે કામ થઈ રહ્યું છે, તે પાછલા 5 વર્ષોમાં નથી થયું.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ભારત પ્રવાસ પહેલા એક ટ્વીટ કરી છે. જેમાં તેમણે પ્રધાનમંત્રી મોદીને તેમના સારા મિત્ર ગણાવ્યા છે. સાથે જ તેમણે PM મોદીના વખાણ કરતા કહ્યું કે, પ્રધાનમંત્રી મોદી મારા ઘણાં સારા મિત્ર છે. સાથે જ તેઓ સારા માણસ પણ છે. આશા છે કે અમારા સંબંધો આગળ વધુ મજબૂત થશે. ભારત પ્રવાસ પહેલા આતુરતા વધી ગઈ છે. ટ્રમ્પે કહ્યું કે, મારી ભારત મુલાકાતને લઈને હું ખૂબ ઉત્સાહિત છું. પ્રધાનમંત્રી મોદીએ મને કહ્યું છે કે, ત્યાં તમને લાખો લોકો મળશે. મને લાગે છે કે એકપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી અમે 50 થી 70 લાખ લોકોને મળીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp