જૂનાગઢમાં વર્ગ 4ના કર્મચારી પાસે 1 કરોડથી વધુ બેનામી મિલકત અને વૈભવી કાર છે

PC: acb.gujarat.gov.in

સરકારી અધિકારીઓ કે, કર્મચારીઓને જે પ્રકારે લીલા લહેર છે, તેવા તો કોઈ મધ્યમ વર્ગના લોકોને પણ નહીં હોય કારણ કે, ઘણી વાર ACB દ્વારા સરકારીઓના નાણાકીય વ્યવહારો અને તેની ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે છે ત્યારે સરકારી અધિકારી કે, કર્મચારી પાસેથી કરોડો રૂપિયાની બેનામી સંપતિ મળી આવે છે. તમને વિશ્વાસ નહીં થાય કે, વેરાવળમાં રહેતા અને બાંટવા PGVCL સર્કલમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા વર્ગ-4નો કર્મચારી ઓડી, મર્સીડીઝ, ફોર્ચ્યુનર જેવી વૈભવી કારનો માલિક છે. જો વર્ગ-4ના કર્મચારી પાસે આટલી સંપતિ હોય, તો પછી અન્ય મોટા મોટા અધિકારીઓ પાસે કેટલી બેનામી સંપતિ હતી.

એક રિપોર્ટ અનુસાર વાત કરવામાં આવે તો વેરાવળમાં રહેતા અને બાંટવા PGVCLમાં સર્કલમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા વર્ગ-4ના કર્મચારી ભરત ગરચર સામે ACBએ 5 મહિનાઓ પહેલા તપાસ શરૂ કરી હતી. ભરત ગરચર સામે થયેલી તપાસમાં ખુલાસો થયો છે કે, તેની પાસે 1,03,22,597 કરોડ રૂપિયાની બેનામી મિલકત છે. આટલી મિલકત ઉપરાંત તે ઓડી, ફોર્ચ્યુનર, ઇનોવા અને મર્સીડીઝ જેવી વૈભવી કારનો માલિક છે. વર્ગ-4ના કર્મચારી ભરત ગરચર પોતાની સંપતિ નહીં દર્શાવવા માટે અન્ય લોકોના નામે પૈસા રાખતો હતો અને ઘરેણાની ખરીદી પણ કરતો હતો.

વર્ગ-4ના કર્મચારી ભરત ગરચરે સોનાના ઘરેણામાં પણ રોકાણ કર્યુ હતું. આ ઉપરાંત તેને પોતાના બેંકના ખાતામાં 65,80,200 લાખ રૂપિયા જમાં કરાવ્યા હતા અને તેમાંથી 56,23,200 લાખ રૂપિયા તો નોટબંધી થયા પછીના ત્રણ વર્ષના સમયમાં તેને ખાતામાં જમા થયા હતા. વર્ગ-4ના કર્મચારી ભરત ગરચર સામે જૂનાગઢના ACBના આસિસ્ટન્ટ ડાયરેક્ટર B. L. દેસાઈ તપાસ કરી રહ્યા અને તેમને છેલ્લા 5 મહીનામાં કરેલી તપાસમાં આ ખુલાઓ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp