મોદીજીએ તમારી વાત ન સાંભળી... રૂપાલાનો મુદ્દો ઉઠાવીને પ્રિયંકાએ શું કહ્યું?

PC: navbharattimes.indiatimes.com

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પરષોત્તમ રૂપાલાનો મુદ્દો ઉઠાવીને BJP પર મોટો પ્રહાર કર્યો છે. ચૂંટણી પ્રચાર માટે બનાસકાંઠા પહોંચેલા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે (પરષોત્તમ રૂપાલાનું નામ લીધા વિના) ક્ષત્રિય સમાજની મહિલાઓનું અપમાન થયું, પરંતુ BJPએ તેમની ટિકિટ કાપી નથી. પ્રિયંકા ગાંધીએ કહ્યું, PM મોદીએ તમારી વાત ન સાંભળી. મહિલાઓનું અપમાન કરનારા નેતાની ટિકિટ જાળવી રાખી. પરષોત્તમ રૂપાલા ગુજરાતની રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠામાં જેનીબેન ઠાકોરના સમર્થનમાં રેલીને સંબોધતા કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીને તક મળશે તો અમે મહિલાઓનું અપમાન થવા દઈશું નહીં.

બનાસકાંઠાની રેલીમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું, 'અહીં રાજપૂત સમાજની મહિલાઓનું કેટલું અપમાન થયું, PM મોદીજીએ શું કર્યું? શું તે ઉમેદવારને હટાવ્યો? તમારી માંગ શું હતી? તમારી માંગ હતી તેણે હટાવવાની, તેઓએ તમારું અપમાન કર્યું. મોદીજી એ તમારી વાત સાંભળી?, તમારી ફરિયાદ સાંભળવામાં આવી?, હું તમને વચન આપું છું કે, જો અમને તક મળશે તો અમે તમારો સંદેશ દેશભરમાં ફેલાવીશું. PM મોદીજીની સરકારે મહિલાઓ પર અત્યાચાર કરનારાઓને સાથ આપ્યો છે.'

પ્રિયંકા ગાંધીએ પરષોત્તમ રૂપાલા સાથે ઉત્તર પ્રદેશના હાથરસ અને ઉન્નાવના કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે સરકાર મહિલાઓના પક્ષમાં નથી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આજે દેશમાં છેલ્લા 45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, તેના કારણે તમે આ સ્થિતિમાં છો. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, BJPએ ઘણું ફંડ લીધું. જ્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, ત્યારે તેમનો દાવ ઊંધો પડી ગયો. પ્રિયંકા ગાંધીએ કોઈની પાસેથી કોઈ ફંડ લીધું નથી. મોરબીમાં જે પુલ તૂટી પડ્યો હતો. તેમની પાસેથી પણ ફંડ લીધું. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, કોવિડ રસીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે, તેમણે તે કંપની પાસેથી પણ ડોનેશન લીધું હતું. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, હવે એ વાત સામે આવી છે કે, આની પાછળ રસીની અસર છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, અહીં તમારી વચ્ચે ધર્મની વાત થાય છે. ત્યાં તેણે બીફના (ગોમાંસ) વેપારીઓ પાસેથી પણ ફંડ લીધું હતું. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આટલું જ નહીં, તેઓએ પહેલા દરોડા પાડ્યા, પછી ડોનેશન લીધું અને પછી દરોડા અને કેસ બંધ કરી દીધા, બીજી બાજુ કોંગ્રેસના ખાતા પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠામાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગનો મુદ્દો ઉઠાવ્યો હતો. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, મોટી મોટી વાતો થઈ રહી છે. મહેલોમાં લગ્નો થઇ રહ્યા છે. તેમના માટે એરપોર્ટ ખુલ્લું કરી દેવામાં આવી રહ્યું છે, તમારા માટે કોઈ એરપોર્ટ નથી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, સત્ય એ નથી કે જે TV પર દેખાય છે. તમે વાસ્તવિકતાને ઓળખો. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, અમીર લોકો વધુ અમીર થઈ રહ્યા છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 22 ઉદ્યોગપતિઓની 16 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp