ગીતા રબારીનું ‘શ્રી રામ ઘર આયે’ ગીત સાંભળ્યું કે નહીં, 7 દિવસમાં દોઢ મિલિયન વ્યૂ
‘મેરે રામ પ્રભુજી ઘર આયે’ ગુજરાતની કોકિલ કંઠી ગાયિકા તરીકે જાણીતી સિંગર ગીતા રબારીએ ગાયેલા આ ભજનના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વખાણ કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ X પ્લેટફોર્મ પર લખ્યું કે ગીતાબેન રબારીનં આ ભજન ભાવવિભોર કરી દે તેવું છે.
આખો દેશ અત્યારે રામ મય બની ગયો છે, કારણકે જે ઘટનાની લોકો વર્ષો વર્ષોથી રાહ જોઇ રહ્યા હતા તે ઘડી હવે નજીક આવી રહી છે. 22 જાન્યુઆરી 2024ના દિવસે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને આખો દેશ ઉત્સાહમાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ 22 જાન્યુઆરીને દિવાળીની જેમ ઉજવવા માટે લોકોને કહ્યું છે.
अयोध्या में प्रभु श्री राम के दिव्य-भव्य मंदिर में राम लला के आगमन का इंतजार खत्म होने वाला है। देशभर के मेरे परिवारजनों को उनकी प्राण-प्रतिष्ठा की बेसब्री से प्रतीक्षा है। उनके स्वागत में गीताबेन रबारी जी का ये भजन भावविभोर करने वाला है। #ShriRamBhajanhttps://t.co/ctWYhcPM4h
— Narendra Modi (@narendramodi) January 7, 2024
અયોધ્યામા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પહેલા ગીતાબેન રબારીના ભજન અંગે PM મોદીએ ટ્વીટ કર્યું છે. PMએ ટાંક્યુ છે કે, અયોધ્યામાં પ્રભૂ શ્રીરામના દિવ્ય-ભવ્ય મંદિરમાં રામલલ્લાના આગમની રાહ હવે પૂર્ણ થવા જઈ રહી છે. દેશભરમાં મારા પરિવારજનોમાં પ્રાણ પ્રતિષ્ઠાની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. તેમના સ્વાગતમા ગીતાબેન રબારીનુ આ ભજન ભાવ વિભોર થઈ જવાય એવું છે.
ગીતા રબારી ગુજરાતની સિંગર છે અને ગરબા, ભજનો અને ગુજરાતીમાં દેશ-દુનિયામાં ધૂમ મચાવે છે.જ્યારે PM મોદીએ ટ્વીટ કર્યુ તો ગીતા રબારીએ ખુશી વ્યકત કરતા કહ્યુ હતું કે, PMના ટ્વીટ દ્રારા મારું ગીત દેશના લાખો લોકો સુધી પહોંચ્યું એના માટે હું તેમનો આભાર માનું છું. ગીતા રબારીએ કહ્યું કે આ ગીત સુનિતા જોશીએ વર્ષો પહેલા લખેલું છે.
ગીતા રબારીએ કહ્યુ હતુ કે મારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થઇ ત્યારે તેમણે મને કહ્યુ હતું કે તમારા જેવી બહેનો દેશની દીકરીઓ માટે પ્રેરણા સમાન છે.
સિંગરે પોતાના એક અનુભવની પણ વાત કરી હતી. કે હું શાળાના એક કાર્યક્રમમાં મેં એક ગીત ગાયું હતું અને તે PM મોદીને પસંદ આવ્યુ હતું. તેમણે મને 250 રૂપિયાનું ઇનામ પણ આપ્યું હતું.
સિંગર ગીતા રબારી પહેલા PM નરેન્દ્ર મોદીએ જુબિન નૌટિયાલ, સ્વસ્તિ મેહુલ અને હંસરાજ રઘુવંશીના રામ ભજન પણ શેર કર્યા હતા.
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાવવાનો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજર રહેવાના છે. આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી જુદા જુદા કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp