ગુજરાતમાં દારૂ ઘૂસાડવાની આવી યુક્તિ જોઈ પોલીસ પણ ચોંકી ગઈ, ટુકડી ધંધે લાગી
ગુજરાત રાજ્યમાં આમ તો દારૂબંધી છે. પણ દરરોજ એટલી મોટી માત્રામાં દારૂ અને અન્ય મુદ્દામાલ જપ્ત થાય છે કે, ન પૂછોવાત. આ તમામની રકમની સરેરાશ કાઢવામાં આવે તો દેશના ચોક્કસ ભાગના ટેક્સટેક્સના પૈસા પણ બચાવી શકાય. વલસાડ જિલ્લા પાલે આવેલા સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં વિદેશીની દારૂ છૂટ છે. અને ત્યાં પીવાય પણ છે. જોકે આ બંને સંઘ પ્રદેશથી સુયોજિત પ્લાન રચી મોટાપાયે ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવે છે. પણ ઘણી વખત ભેજાબાજ એવી યુક્તિ અજમાવે છે કે, પોલીસ પણ ધંધે લાગી જાય છે.
વલસાડ પોલીસે ચેક પોસ્ટ પર બાઝનજર રાખીને આ બુટલેગરોના ઈરાદો પર પાણી નહીં પણ એસિડ નાંખી દીધું હોય એવો કિસ્સો સામે આવ્યો છે. આ વખતે ભેજાબાજોએ એ જે કીમિયો અપનાવ્યો છે તે જાણી ને પોલીસ પણ ચોકી ઉઠી. આ વખતે પારડીના ખડકી-મોતીવાડા હાઈવે પર વાપીથી વલસાડ જતા ટ્રકની પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. આ ટ્રેકમાં મોટી માત્રામાં દારૂ ભર્યો હોવના નક્કી વાવડ હતા. પાર્સલની સેવા આપતા ટ્રકમાં દારૂનો જથ્થો ભરીને લઇ જતા ત્રણ આરોપીઓની વલસાડ LCBની ટીમે કાયદેસરની ધરપકડ કરી છે. આ સાથે રૂ. 30. 93 લાખના મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. ટીમ જ્યારે પેટ્રોલિંગ માં હતી તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પારડી નેશનલ હાઈવે 48 પર એપીકલ હોટલ સામે મુંબઇથી સુરત જવાના રસ્તે ટ્રેક ઉપર ટાટા ટ્રકને રોકી તપાસ કરતા અંદરથી દારૂના બોક્સ મળી આવ્યા હતા. જેમાં અંગ્રેજી દારૂની બોટલ હતી.
વલસાડ LCBએ ચેકિંગ દરમિયાન મુકેશસીંગ સાલીકસીંગ અને જગન્નાથ ઉર્ફે આસુ પાંડુરંગ પાટીલની ધરપકડ કરી છે. આ પૈકી એક આરોપી યુપી અને બીજો સુરતનો રહેવાસી છે. મૂળ મહારાષ્ટ્રના છે. ત્રણેય આરોપી ની ધરપકડ કરી હતી કાયદેસરની પ્રક્રિયા કરવામાં આવી છે. આ ટ્રક માં 400 બોક્સમાં ભરેલ દારૂ ની 15 હજાર બોટલની કિંમત 20 લાખ 76 હજાર ઉપજે છે. કુલ રૂ. 30 લાખ 93 હજાર નો મુદ્દામાલ કબ્જે લીધો છે. દારૂની ખેપ મારવા માટે આ વખતે ભેજાબાજોએ ટ્રકની બોડી તેમજ ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કરી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ ટ્રકનો કલર બદલી પોસ્ટ પણ લખી જેથી પહેલી નજરે જોનારાને કોઈ ખ્યાલ ન આવે. આ રીતે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ પણ કરતા હતા. ઝડપાયેલા આ બંને આરોપી જગન્નાથ અને પાંડુરંગ પાટીલ રીઢા ગુનેગાર છે. બંને અંકવાર જેલની હવા ખાઈ ચુક્યા છે. વાપી ,વલસાડ અને સુરત પોલીસ સ્ટેશનના આ ત્રણેયના નામ બોલે છે. હવે પોલીસે રીમાન્ડ લેવા તજવીજ શરૂ કરી છે. આ ઉપરાંત આ સ્ટોક કોને ડિલિવર કરવાનો હતો એ અંગે ખુલાસા થશે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp