સુરતમાં ST બસે ટક્કર મારતા પોલીસ કર્મચારીનું ઘટનાસ્થળે જ નીપજ્યું મોત

PC: youtube.com

સુરત વિસ્તારમાં ST બસના ડ્રાઈવરે તેની બેદરકારીના કારણે એક પોલીસ કર્મીને ટક્કર મારી હતી. શહેરના કાપોદ્રા CNG પંપ પાસે ST બસના ચાલકે વરાછાના પોલીસ કોન્સ્ટેબલ જે બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે તેમને ટક્કર મારતા તેમનુ ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ હતુ. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

માહિતી મુજબ શહેર પોલીસ એમટી સેક્શનમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અને વરાછા ખાતે રહેતા મનીષભાઈ વિનોદરાય પંડ્યા રાત્રે તેમની ડ્યૂટી પુરી કરી બાઈક પર પરત ફરી રહ્યા હતા. તે સમય દરમિયાન કાપોદ્રાના CNG પંપ પાસે સ્પીડમાં આવી રહેલી ST બસના ચાલકે પાછળથી ટક્કર મારી દીધી હતી.

પૂરઝડપે આવી રહેલી બસે મનીષભાઈના બાઈકને ટક્કર મારતાં બાઈક રોડ પર પડી ગયુ હતુ. જેથી તેમનુ ઘટના સ્થળ પર જ મોત નીપજ્યુ હતુ. ઘટનાની જાણ થતા કાપોદ્રા પોલીસ અકસ્માત સ્થળે દોડી આવી હતી. હાલ પોલીસે STબસના ડ્રાઈવર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે તેમજ વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp