ગુજરાત કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવત સાથે અમદાવાદમાં શું થયું ?

રૂપાલા વિવાદમાં કરણી સેના ગુજરાતના પ્રમુખ રાજ શેખાવતની ગુજરાત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મંગળવારે સવારે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી લીધી હતી. રાજ શેખાવતે 9 એપ્રિલ, મંગળવારે ગાંધીનગરમાં ભાજપના હેડક્વાટર્ટર કમલમનો ઘેરાવ કરવાનું એલાન કર્યું હતું અને મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકોને જોડાવવા માટે આહવાન કર્યું હતું.

મંગલવારે રાજ શેખાવત જ્યારે જયપુરથી અમદાવાદ એરપોર્ટ પર આવ્યા ત્યારે પોલીસનો મોટો કાફલો પહેલેથી મૌજુદ જ હતો. શેખાવતની અમદાવાદ એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી હતી અને તેમને સાયબર ક્રાઇમ ઓફિસે લઇ જવામાં આવ્યા હતા. ક્ષત્રિય સમાજના લોકોને જાણ થતા મોટી સંખ્યામાં સમાજના લોકો સાયબર ક્રાઇમ ઓફિસે પહોંચ્યા હતા. પોલીસે સમાજના 3 અગ્રણીઓને રાજ શેખાવત સાથે મુલાકાત કરવાની પરવાનગી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp