જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિરુદ્ધ લાગ્યા બેનરો

PC: youtube.com

જૂનાગઢમાં ચૂંટણીનો જંગ જામ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ દ્વારા પોતાના ઉમેદવારનો પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. પ્રચારને હવે માત્ર સાત દિવસ બાકી રહ્યા છે. ત્યારે ઉમેદવારનો વધારે પ્રચાર માટે અલગ અલગ વિસ્તારોમાં ભાજપ અને કોંગેસ દ્વારા કાર્યાલયો પણ ખોલવામાં આવી છે. આ ચૂંટણીના પ્રાચાર યુદ્ધમાં ભાજપ દ્વારા વોર્ડ દીઠ ત્રણ કાર્યાલય ખોલવામાં આવશે, NCP દ્વારા ચાર કાર્યાલય ખોલવામાં આવશે. કોંગ્રેસ વોર્ડ નંબર 15માં 22 કાર્યાલય ખોલશે અને આ ઉપરાંત અન્ય વોર્ડ દીઠ ત્રણ કાર્યાલય ખોલશે. જૂનાગઢમાં હવે ઉમેદવારો સ્થાનિક લોકોના મત મેળવવા અલગ અલગ વાયદાઓ કરશે, બાઈક રેલીઓ કરશે અને અલગ અલગ રીતે લોકસંપર્ક કરશે.

જયારે ચૂંટણી આવે છે. ત્યારે ઉમેદવારો ઘણા વાયદાઓ કરે છે. જયારે જનતા ઉમેદવારને ખોબલેને ખોબલે મત આપીને જીતાડે છે. ત્યારે ઉમેદવાર જનતાને આપેલા વાયદાઓને ભૂલી જાય છે. ત્યારે જીત્યા પછી જનતાએ કરેલા વાયદાઓને ભૂલી જનારા કેટલાક ભાજપના ઉમેદવારોનો જૂનાગઢના લોકો દ્વારા વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે.

લોકોએ રોષે ભરાઈને જૂનાગઢના વોર્ડ નંબર 13ના ભાજપના ઉમેદવારના વિરોધ કરતા સોસાયટીની બહાર બેનરો લગાવી દીધા છે કે, ભાજપના કોર્પોરેટર કે, કાર્યકર્તાએ અમારા વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં. છતાં જો પ્રવેશ કરશે. તો તેમનો લોકશાહી ઢબે વિરોધ કરવામાં આવશે. આ બાબતે જાણ થતા જ  મહાનગરપાલિકા ચૂંટણી આચાર સંહિતા અધિકારીની ટીમ સોસાયટી પર પહોંચી હતી અને બેનરો હટાવી લીધા હતા. જયારે આ બેનરો ઉતારવામાં આવ્યા. ત્યારે સ્થાનિક લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. જેના કારણે રોષે ભરાયેલા લોકોએ અધિકારી સાથે માથાકૂટ કરીને બેનરો પાછા લગાડ્યા હતા. ત્યારબાદ અધિકારીની સમજાવટ પછી લોકોએ બેનરો ઉતારી નાંખ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp