રાજકોટના ગેમિંગ ઝોનમાં પ્રકાશ જૈને 3 કરોડ રૂપિયાનું રોકાણ કરેલું

PC: iamgujarat.com

રાજકોટમાં આવેલા TRP ગેમિંગ ઝોનમાં શનિવારે ભીષણ આગની દુર્ઘટનામાં મુખ્ય માલિક પ્રકાશ હિરણ ઉર્ફે પ્રકાશ જૈનનો પણ ભોગ લેવાઇ ગયો છે. આગની ઘટનામાં પ્રકાશ જૈનનું મોત થયું છે અને માતાના DNA પણ મેચ થઇ ગયા છે.

સૌરાષ્ટ્રમાં સૌથી મોટું ગેમિંગ ઝોન બનાવવોનો આઇડિયા પ્રકાશ જૈનનો હતો અને તે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા પ્રધ્યુમન રોયલ રેસિડન્સીમાં રહેતો હતો. તેના ફલેટની કિંમત 2 કરોડ રૂપિયા હતી.

પ્રકાશ જૈન મૂળ રાજસ્થાનનો વતની હતો અને તે વર્ષો સુધી અમદાવાદમાં રહ્યો હતો અને છેલ્લાં 4 વર્ષથી રાજકોટમાં આવ્યો હતો. ગેમિંગ ઝોનમાં કુલ 5 કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું અને તેમાંથી 3 કરોડ રૂપિયા પ્રકાશે રોક્યા હતા. એ પછી યુવરાજ સિંહ સોલંકી, રાહુલ રાઠોડ, અશોક જાડેજા,કિરિટસિંહ જાડેજા, ધવલ ઠક્કર ભાગીદારો તરીકે જોડાયા હતા.

વહીવટ તંત્રના અધિકારીઓ સાથે પ્રકાશ જૈન જ ડીલ કરતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp