6 વર્ષ પહેલા જેને દંડ થયેલો તેને અંબાજીમાં પ્રસાદનો નવો કોન્ટ્રાક્ટ, દૂધ પાવડર..

PC: vtvgujarati.com

બનાસકાંઠામાં આવેલા ગુજરાતના પ્રસિદ્ધ અંબાજી મંદિરના મોહનથાળના પ્રસાદમાં ઘીની ભેળસેળના મામલો ભારે હોબાળો મચી ગયો હતો અને મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રિન્ય કરવામાં નહોતો આવ્યો, પરંતુ હવે એવી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, જેની સામે 6 વર્ષ પહેલાં  અંબાજી મંદિરમાં પ્રસાદમાં ભેળસેળ માટે 60,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો.

બનાસકાંઠાના કલેક્ટર વરુણ બરનવાલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ ટચ સ્ટોન ફાઉન્ડેશને આપવામાં આવ્યો છે અને આ એજન્સી સાથે 6 મહિના માટે કરાર કરવામાં આવ્યો છે.

કલેક્ટર વરુણ બરનવાલે કહ્યુ કે ટચ સ્ટોન ફાઉન્ડેશન દેશમાં ઘણી બધી જગ્યાએ કામ કરે છે. અગાઉ જ્યારે વષ 2012થી વર્ષ 2017 દરમિયાન ટચ સ્ટોન ફાઉન્ડેશનને અંબાજી મંદિરમાં પ્રસાદ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો ત્યારે તે વખતે એક ઘટના સામે આવી હતી. ટસ સ્ટોન ફાઉન્ડેશન તે વખતે ભારે ભીડને કારણે દુધની જગ્યાએ પાઉડરનો ઉપયોગ કરી દીધો હતો અને એ વાત તંત્રના ધ્યાનમાં આવતા ફાઉન્ડેશનને 60,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. એ પછી જ્યારે આ મામલે તપાસ કરવામાં આવી હતી તો ફાઉન્ડેશન સામે બીજો કોઇ દોષ સાબિત થયો નહોતો.

કલેક્ટરે કહ્યું કે, અમે જે કોઇ પણ નિર્ણય લઇએ છીએ તે શ્રધ્ધાળુઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે. હવે અંબાજી મંદિરની સિસ્ટમ વધારે મજબુત બની છે. એજન્સીને કામ સોપીંએ તો આક્ષેપો તો થતા જ રહેવાના. આક્ષોપોમાં તથ્ય હશે તો અમે કાર્યવાહી કરીએ જ છીએ.

અંબાજી મંદિરમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો ભરાઇ છે અને લાખો શ્રધ્ધાળુઓ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે. મંદિર દ્રારા ભક્તોને પ્રસાદ તરીકે મોહનથાળ આપવામાં આવે છે. આ વખતે 29 સપ્ટેમ્બરથી 7 દિવસ માટે ભાદરવૂ પૂનમ મેળાનું આયોજન થયું હતું અને લગભગ 45 લાખ લોકો દર્શન કરવા માટે આવ્યા હતા. મંદિરને પણ 4.61 કરોડ રૂપિયાની આવક થઇ હતી. આ દરમિયાન મોહનથાળમાં વપરાતા ઘીમાં ભેળસેળનો મામલો સામે આવ્યો હતો અને મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં  નહોતો આવ્યો. મોહિની કેટરર્સે આ ઘી અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સ પાસે ખરીદ્યું હતું. એ પછી  AMCએ નીલકંઠ ટ્રેડર્સ પર દરોડા પાડ્યા હતા.

તેને બદલે ટસ સ્ટોન ફાઉન્ડેશને 6 મહિના માટે મોહનથાળ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ટચ સ્ટોન મુળ અમદાવાદની કંપની છે અક્ષયપાત્ર તરીકે પણ ઓળખાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp