સરકારી શાળામાં પ્રવેશોત્સવ પણ, પ્રાથમિક શાળાઓમાં હજુ 21729 શિક્ષકોની ઘટ છે
ગુજરાતમાં સરકારી શાળાઓમાં બુધવારથી પ્રવેશોત્સવ શરૂ થયો છે જે 3 દિવસ ચાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગની શાળામાં અને રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સુરતની શાળામાં હાજર રહ્યા હતા. સારી વાત છે કે રાજ્યમાં શિક્ષણ માટે માહોલ ઉભો થઇ રહ્યો છે, પરંતુ સવાલ એ છે કે સરકાર 100 ટકા વિદ્યાર્થીઓની ભરતી કરવાની વાત કરે છે, પરંતુ શાળાઓમાં પુરતા શિક્ષકો ક્યા છે?
ગુજરાતમાં 1600થી વધુ શાળાઓ એવી છે જે માત્ર એક શિક્ષકના ભરોસે ચાલે છે. પ્રાથમિક શાળાઓમાં હજુ 21729 શિક્ષકોની ઘટ છે.ગુજરાત નંબર વનના ઢોલ પિટનારાઓ આને વિકાસ ગણે છે? રાજ્યમાં 5,000 શાળાઓ મેદાન વગરની છે. છેલ્લાં 3 વર્ષમાં 351 શાળાઓ બંધ ગઇ છે.ગુજરાત સરકાર આના પર પણ ધ્યાન આપે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp