વિશ્વ યોગ દિનને લઇને અમદાવાદમાં કરવામાં આવી રહી છે તડામાર તૈયારીઓ

PC: youtube.com

આગામી 21 જુને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી થવાની છે. જેને લઇને અમદાવાદમાં તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્બારા શહેરમાં અલગ-અલગ સ્થળ પર આવેલા કુલ 200 જેટલા ગાર્ડનમાં યોગ કરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદની 150 જેટલી સંસ્થાઓ યોગ દિનની ઉજવણી કરે તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેના કારણે વધુમાં વધુ લોકો યોગ દિનની ઉજવણીમાં જોડાઈ શકે. અમદાવાદના ગાર્ડન ઉપરાંત અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં રાજ્ય કક્ષાએ યોગ દિનની ઉજવણી થવાની છે અને આ સ્થળ પર 20 હજાર જેટલા લોકો જોડાય તેવી પણ સંભાવનાઓ રહેલી છે.

અમદાવાદમાં હાલ કેટલાક ગાર્ડન્સમાં અત્યારથી જ લોકોને યોગની ટ્રેનિંગ આપવાની શરૂઆત થઇ ગઈ છે. યોગ શીખવાડવાની સાથે-સાથે લોકોને યોગથી થતા ફાયદાઓ વિષે પણ માહિતી આપવામાં આવી રહી છે. જેથી તેઓ યોગનું મહત્ત્વ સમજી શકે.

આ બાબતે અમદાવાદમાં મેયર બીજલ પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમદાવાદમાં આવેલા તમામ ગાર્ડનમાં એ દિવસે યોગાનો એક ક્લાસ થશે અને યોગ શિબિરનું આયોજન થશે. જે-જે જગ્યા પર એક-બે દિવસ નહીં પણ 365 દિવસ યોગ ચાલે છે. ત્યાં ત્રણ-ત્રણ દિવસની શિબિર યોજાવાના છે અને જે જગ્યા પર હાલમાં કોઈ પ્રવૃત્તિ નથી થતી, તેવા દરેક ગાર્ડનમાં અમદાવાદ મહાનગરપાલિકા પોતાના દ્વારા જુદી-જુદી સંસ્થાઓને સાથે લઇને એક દિવસના યોગ દિનનું આયોજન કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp