ઉદઘાટન થયાને હજુ માંડ મહિનો થયો છે, ત્યાં સુરત ડાયમંડ બુર્સમાં ડખો ઉભો થયો

PC: indiatoday.in

દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ, ઇન્ટરનેશનલ કક્ષાનું બુર્સ એમ ગાય વગાડીને પ્રચાર કરનારા સુરત ડાયમંડ બુર્સમાં ડખો ઉભો થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 17 ડિસેમ્બર 2023ના દિવસે SDBનું ઉદઘાટન કર્યું ત્યારે સુરત ડાયમંડ બુર્સના ચેરમેન અને કિરણ જેમ્સના માલિક વલ્લભભાઇ લખાણીએ જાહેર મંચ પરથી કહ્યુ હતું કે, મેં મારી મુંબઇની ઓફીસને તાળાં મારી દીધા છે અને હવે સુરત ડાયમંડ બુર્સ બધા મુંબઇના કર્મચારીઓને બોલાવી દીધા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદઘાટન કરીને ગયા અને 37 દિવસ પછી કિરણ જેમ્સે પોતાની મુંબઇની ઓફિસ ફરી ચાલુ કરી દીધી છે અને મુંબઇના કેટલાંક કર્મચારીઓ પાછા ત્યાં ગયા છે. બજારના સુત્રોનું કહેવું છે કે અત્યારે જૈન વર્સીસ પાટીદારની લડાઇ ઉભી થઇ હોય તેવું લાગે છે. મુંબઇમાં જૈન વેપારીઓનું વર્ચસ્વ છે અને સુરતમાં પાટીદાર ઉદ્યોગકારોનું.

સુરત ડાયમંડ બુર્સે પત્ર લખીને એવી જાણકારી આપી કે બુર્સના હોદેદારોએ જ વલ્લભભાઇ લખાણીને વિનંતી કરી કે તમે મુંબઇની ઓફિસ ચાલું કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp