23મી જાન્યુઆરીએ પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરાશે: પ્રદિપસિંહ જાડેજા

13 Jan, 2018
01:31 AM
PC: facebook.com/pg/Pradipsinh.Jadeja.BJP

સંસદિય બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, બંધારણના અનુચ્છેદ 188ની જોગવાઇ અનુસાર પ્રોટેમ સ્પીકર તરીકે નિમાનાર સભ્યનો શપથ ગ્રહણ વિધિ સમારોહ આગામી તા. 23/01/2018ના રોજ મંગળવારે સવારે 10:00 કલાકે, રાજભવન ખાતે રાજ્યપાલ સમક્ષ યોજાશે.

બંધારણના અનુચ્છેદ 188ની જોગવાઇને ધ્યાને લઇને 14મી ગુજરાત વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્યોઓનો સોગંદવિધિ સમારોહ પ્રોટેમ સ્પીકર સમક્ષ આજ દિવસે બપોરે 12:00 કલાકે સાબરમતી હોલ, સ્વર્ણિમ સંકુલ- 1, નવા સચિવાલય, ગાંધીનગર ખાતે યોજાશે તેમ તેમણે ઉમેર્યું હતું.

વિધાનસભાનું પ્રથમ સત્ર ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં કેબીનેટ દ્વારા નક્કી કરાયા મુજબ રખાશે. માન. અધ્યક્ષની ચૂંટણી તેમજ રાજ્યપાલના સંબોધન બાદ વિધાનસભા બજેટ સત્રનો ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં પ્રારંભ થશે જે 31 માર્ચ-2018 સુધીમાં પૂર્ણ થશે તેમ પણ મંત્રી જાડેજાએ જણાવ્યું હતું.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.