હાર્દિક પટેલ સહિત PAASના 4 કન્વીનરો માટે માઠા સમાચાર

PC: etimg.com

પૂંજ કમીશન દ્વારા પાટીદાર આંદોલનને લઇને હાર્દિક પટેલ સહીત અન્ય ચાર જેટલા PAAS કન્વીનરોને નોટીસ ફટકારવામાં આવી છે. હાર્દિક પટેલની સાથે સાથે ચિરાગ પટેલ, અમરીશ પટેલ અને કેતન પટેલને નોટીસ આપાઈ છે. આ નોટીસમાં 16 સપ્ટેમ્બરના રોજ હાર્દિક પટેલ અને ચિરાગ પટેલને પૂંજ કમીશન સમક્ષ જહર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે અને 21 સપ્ટેમ્બરના રોજ અમરીશ પટેલ અને કેતન પટેલને હાજર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.

એક રિપોર્ટ અનુસાર બે વર્ષ પહેલા ગુજરાતમાં હાર્દિક પટેલની આગેવાનીમાં પાટીદાર અનામત આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. આંદોલન સમયે ગુજરાતમાં જે હિંસા ભડકી ઉઠી હતી, તેને લઇને સરકાર દ્વારા એક પૂંજ કમીશનની રચના કરવામાં આવી હતી. આ પૂંજ કમીશન દ્વારા પાટીદાર અનામત આંદોલન સમયે સક્રિય ભૂમિકા ભજવનારા હાર્દિક પટેલ, ચિરાગ પટેલ, અમરીશ પટેલ અને કેતન પટેલને એક નોટીસ આપીને પૂંજ કમીશનમાં જવાબ આપવા માટે બોલવવામાં આવ્યા છે.

આંદોલનના બે વર્ષ પછી આંદોલનકારીઓને આ પૂંજ કમીશન દ્વારા પહેલી વખત જવાબ માટે બોલાવવામાં આવ્યા છે. એવી પણ શક્તાઓ વર્તાઈ રહી છે કે, કમીશન દ્વારા હાર્દિક પટેલ, ચિરાગ પટેલ, અમરીશ પટેલ અને કેતન પટેલને પૂછવામાં આવી શકે છે કે, ગુજરાતમાં આંદોલન સમયે વણસેલી સ્થિતિમાં જવાબદાર કોણ. પૂંજ કમીશનની નોટીસના કારણે પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનારા બે બે લોકોને અલગ અલગ દિવશે પૂંજ કમીશનમાં હાજર રહેવું પડશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp