રાહુલ ગાંધી ગુજરાત આવીને ચૂંટણીનો એજન્ડા સેટ કરી ગયા?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને બે કલાકની મુલાકાતમાં તેમણે કોગ્રેસ કાર્યકરોને સંબોધન કર્યું અને પીડિત પરિવારોને મળ્યા હતા. રાહુલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપ પાર્ટી અને ભાજપની આઇડિયોલોજી પર પ્રહાર કર્યા હતા.
રાહુલ ગુજરાતમા ચૂંટણીના સ્પષ્ટ એજન્ડા સાથે આવ્યા હતા. તેમણે કહ્યુ કે, 2017માં જો 3 મહિનામાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 77 બેઠકો લાવી શકતી હોય તો હવેની વિધાનસભાની ચૂંટણીમાં તો 3 વર્ષ બાકી છે. રાહુલે એ પણ ઇન્ડીકેશન આપ્યું કે જેને લીધે ભાજપ પ્રભાવશાળી બની તે રામ મંદિરનો ભાજપનો મુદ્દો ખતમ થઇ ગયો છે, કારણકે ભાજપ અયોધ્યામાં જ લોકસભા સીટ હારી ગયું. તેમણે કહ્યું કે, ભાજપે કોંગ્રેસની ઓફિસમાં તોડફોડ કરી હવે આપણે એમને સત્તામાંથી બહાર કરવાના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp